કોરોનાના કારણે ધધો ભાંગી પડતા વરુણ ઇન્ડસ્ટ્રીમાં કારખાનેદારનો ઝેરી દવા પી આપઘાત

બટેટાનો ધંધો નહીં ચાલતા આપઘાત
બટેટાનો ધંધોનહીં ચાલતા આપઘાત

મોચી બજારમાં આર્થિકભીંસથી કંટાળી યુવાનનો એસિડ પી આપઘાત ; શિવધારા પાર્કમાં પરિવાર ચાંદીકામ કરતો રહ્યો,પુત્રીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

શહેરમાં ત્રણ આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.જેમાં ધધો બરોબર નહિ ચાલતો હોવાથી માલધારી ફાટક પાસે યુવકે સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

જ્યારે આર્થિક ભીંસથી કંટાળી મોચીબજારના યુવકે જીવન ટૂંકાવ્યું હતું.આ આ ઉપરાત અકળ કારણોસર શિવધારા પાર્કની યુવતીએ આપઘાત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પર ગણેશનગરમાં રહેતા રાજેશભાઇ છગનભાઇ વઘાસિયા ( ઉ.વ 40)એ આજે માલધારી ફાટક પાછળ વરુણ ઇન્ડસ્ટ્રી એરિયામાં સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

કોરોનાના કારણે ધધો ભાગી પડ્યા બાદ આર્થિક ભીંસમાં સપડાયેલા મૃતકે કંટાળી આ પગલું ભર્યાનું આજીડેમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.વી.ગામેતીની તપાસમાં ખુલ્યું હતું.

સ્યુસાઇડ નોટમાં મૃતકે લખ્યું હતું કે સી.એન.સી મશીનો લોન ઉપર ખરીદ્યા હતા.બેક લોન પણ ચાલુ હતી જો કે લોકડાઉનના કારણે ધધો ભાંગી પડતા લોનના હપ્તા ચૂકવી પડે તેવી સ્થિતિ ન હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો.

જ્યારે મોચીબજારમાં રહેતા સફાઈકામ કરતા દિપક કરશનભાઇ વાઘેલા ( ઉ.વ 21) એ આર્થિક સંકડામણથી કંટાળી એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ રબારીએ મૃતદેહ અંગે કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત કોઠારીયા ચોકડી પાસે શિવધારા પાર્કમાં રહેતા કાજલ ખીમાભાઈ હુબલ ( ઉ.વ 17) એ સાંજે અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

Read About Weather here

આજીડેમ પોલીસે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here