ઇંધણમાંથી સરકારની આવકનો આંકડો, એક વર્ષમાં રૂ.3.35 લાખ કરોડ

ઇંધણમાંથી સરકારની આવકનો આંકડો, એક વર્ષમાં રૂ.3.35 લાખ કરોડ
ઇંધણમાંથી સરકારની આવકનો આંકડો, એક વર્ષમાં રૂ.3.35 લાખ કરોડ

સરકારની તીજોરી છલોછલ પણ વપરાશકારોની આંખો આંસુથી છલોછલ

દેશમાં ઇંધણનો ભાવ વધારો રોજેરોજ થઇ રહયો છે. કોઇપણ પ્રકારની રાહત જાહેર કરવામાં આવતી નથી. સરકારને ઇંધણના ભાવથી પ્રચંડ અને જબ્બર આવક થઇ રહી છે. તેના સંસદમાં જાહેર થયેલા આંકડા વાંચીને લોકોની આંખો વિસ્ફારીત થઇ જશે.

Subscribe Saurashtra Kranti here

ગઇકાલે લોકસભામાં જાહેર કરાયા મુજબ ગત એક વર્ષમાં જ પેટ્રોલ અને ડિઝલના વેંચાણમાંથી સરકારને રૂ.3.35 લાખ કરોડની જંગી આવક થઇ હતી. એક જ વર્ષમાં આવકમાં 88 ટકાનો જબ્બર ઉછાળો નોંધાયો છે.

ગયા વર્ષે પેટ્રોલ પરની આપકારી જકાત લીટર દીઢ રૂ.19.98 હતી તે વધારીને રૂ.32 કરી નાખવામાં આવી હતી. કોરોના મહાકાળમાં આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારની ભાવ સપાટી સતત નીચે જઇ રહી હોવા છતાં ભારતમાં વપરાશકારોને સરકારે કોઇ રાહત આપી નથી.

એ જ પ્રકારે ડિઝલની આપકારી જકાત લીટર રૂ.15.83થી વધારીને સીધી રૂ.31.8 કરી નાખવામાં આવી હતી. લોકસભામાં પુછાયેલા એક પ્રશ્ર્નના લેખીત જવાબમાં પેટ્રોલીયમ રાજય મંત્રી રામેશ્ર્વર તેલીએ સરકારની આવકાના આંકડા જાહેર કર્યા હતા.

આ રીતે જોતા પેટ્રોલ અને ડિઝલ પરના આપકારી જકાતમાં વધારાથી સરકારની આવકમાં આકાશી ઉછાળો આવ્યો છે. 2020માં સરકારને ઇંધણમાંથી રૂ.1.78 લાખ કરોડની આવક થઇ હતી. જેમાં ત્રણ ગણો વધારો થઇ ગયો છે.

Read About Weather here

આ તો હજુ લોકડાઉનને કારણે થોડો વપરાશ ઘટયો હતો છતાં સરકારની તીજોરી ઉભરાઇ ગઇ છે. હવે ઇંધણના વપરાશમાં ફરીથી વધારો થઇ રહયો છે અને માંગ વધી છે એટલે ઇંધણના ભાવો પણ બેકાબુ બની રહયા છે અને અનેક શહેરોમાં પેટ્રોલની ભાવ સપાટી લીટર દીઢ રૂ.100 વિક્રમી આંકડાને પાર કરી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here