સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સરસ્વતી ઉપાસનાનો શુભારંભ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સરસ્વતી ઉપાસનાનો શુભારંભ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સરસ્વતી ઉપાસનાનો શુભારંભ

ધો.12ના વર્ગો, કોલેજો અને ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં રંગેચંગે ઓફલાઇન શિક્ષણ શરૂ: 50 ટકાની ક્ષમતાના નિયમ સાથે વર્ગમાં વિદ્યાર્થીઓ સામાજીક દુરી સાથે ગોઠવાયા, ચારે તરફ હર્ષ અને આનંદ
દરેક શાળા-કોલેજોમાં સેનીટાઇઝેશનની વ્યવસ્થા, લાંબા સમય બાદ શાળા-કોલેજોમાં શિક્ષણનો ખીલખીલાટ સંભળાયો: વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને હાજર થયા, ઉત્સાહભેર વર્ગોમાં જોડાયા, શિક્ષકો અને સ્ટાફ દ્વારા અદકેરૂ સ્વાગત કરાયું

કોરોના મહામારીએ થંભાવી દીધેલી શિક્ષણ પ્રક્રિયામાં આખરે નવચેતન આવ્યું છે. ગુજરાતની બહાદુર પ્રજાએ કોરોનાને ભૂ પાઇ દેતા આજથી રાજયભરની ધો.12ની શાળાઓ-કોલેજો અને આઇટીઆઇ જેવી ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં ભારે ઉત્સાહ સાથે શિક્ષણ કાર્યનો રંગેચંગે પુન: પ્રારંભ થયો હતો.

Subscribe Saurashtra Kranti here

અંધકાર પછી હંમેશા ઉજાશ પ્રગટે છે, દુ:ખ પછી સુખ આવે જ છે સરસ્વતી અને કોઇ વિપદા કે પીડા કાયમી રહેતા નથી. એ ઉકતીને ગુજરાતની જનતાએ સાર્થક કરી બતાવી છે અને લાંબા ગાળા બાદ સરસ્વતીના ધામમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સરસ્વતીની ઉપાસનાનો શુભારંભ કરી દીધો છે.

આજથી ધો.12ની શૈક્ષણિક કામગીરી માટેના વર્ગો શરૂ થઇ ગયા છે. સાથે સાથે કોલેજો અને ટેકનીકલ સંસ્થાઓમાં પણ લાંબા સમયબાદ ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થયો છે.

વિદ્યાર્થીઓની દરેક વર્ગની હાજરી 50 ટકા સુધી સીમીત રાખવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓને કોવિડ પ્રોટોકોલના નિયમ મુજબ સામાજીક અંતર સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદ્યાર્થીનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. અભ્યાસનો જાણે કે પહેલો દિવસ હોય એ રીતે વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને અને સેનીટાઇઝ થઇને ઉત્સાહ ભેર વર્ગોમાં હાજરી આપી છે.

એમના ચહેરા પર તરતી ખુશાલી અને હદયમાં જોમ સુચવે છે કે, વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ખુબ જ તલપાપડ બન્યા હતા અને પોતાની પ્રિય શિક્ષણ સંસ્થાઓથી સર્જાઇ ગયેલી દુરીથી કંટાળો અનુભવી રહયા હતા.

એમના ચહેરાપરના તેજને શબ્દોમાં મુલવી શકાય તેમ નથી. સાથે સાથે ઓનલાઇન શિક્ષણથી કંટાળી ગયેલા શિક્ષકોમાં પણ જોમ અને જુસ્સો જોવા મળ્યા હતા અને તલીનતા સાથે વર્ગોમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજય સરકારે નિશ્ર્ચિત કરેલા કોવિડ પ્રોટોકોલનું દરેક શિક્ષણ સંસ્થાઓમાં ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહયું છે. વિદ્યાર્થીઓને 50 ટકા ક્ષમતા સાથે વર્ગ ખંડોમાં જગ્યા આપવામાં આવી છે.

માસ્ક અને સામાજીક અંતરનું પાલન કરાવવમાં આવી રહયું છે. સેનીટાઇઝેશનની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સવારે શાળા-કોલેજો ખુલતા જ વિરહમાં તડપતી નદી સાગરને જઇ મળે તેમ ઉત્સાહમાં હડી કાઢીને વિદ્યાર્થી ભાઇ-બહેનો વર્ગ ખંડોમાં ગોઠવાઇ ગયા હતા.

શિક્ષકો અને શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થી ભાઇ-બહેનોનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં હાજરી માટે વાલીઓની લેખીત સંમતી જરૂરી છે. નિયમ મુજબ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

Read About Weather here

દરેક વિદ્યાર્થીએ વાલીના સંમતીપત્ર સાથે જ શાળા-કોલેજોમાં આવવાનું રહેશે. ટુંકમાં કોરોના વાઇરસ આજે પરાસ્થ થયો છે અને સરસ્વતીના ધામો ફરી એકવાર શિક્ષણની ગુંજથી ગુંજી ઉઠયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here