ઔદ્યોગિક વિસ્તારમાં 100% વેક્સિનેશન કરવા કલેકટરની બેઠક

ઔદ્યોગિક વિસ્તારમાં 100% વેક્સિનેશન કરવા કલેકટરની બેઠક
ઔદ્યોગિક વિસ્તારમાં 100% વેક્સિનેશન કરવા કલેકટરની બેઠક

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને પણ ઔદ્યોગિક વિસ્તારના પ્રમુખ સાથે કલેકટરની ચર્ચા

કોરોનાની ત્રીજી લહેર સામે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધા સાથે વેક્સિનેશન વ્યાપ વધે તેના પર ભાર મુકી રહ્યું છે. રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકો તેમજ લોકોનું 100 ટકા વેક્સિનેશન થાય તે માટે જિલ્લા કલેક્ટર અરુણ બાબુએ ખાનગી હોસ્પિટલો તેમજ ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી હતી.

Subscribe Saurashtra Kranti here

જેમાં કલેક્ટરે રસીકરણને ઝુંબેશ તરીકે શરૂ કરવા અપીલ કરી હતી.મળતી માહિતી મુજબ, જિલ્લા કલેક્ટર અરુણ બાબુએ ખાનગી હોસ્પિટલો અને ઔદ્યોગિક સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

જેમાં ઔદ્યોગિક વિસ્તારમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર વખતે કોરોનાના કેસોને નિયંત્રણમાં રાખવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાનિક શ્રમિકો તેમજ બહારથી આવતા શ્રમિકો તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોનું 100 ટકા વેક્સિનેશન થાય તે દિશામાં કામગીરી કરવા ઔદ્યોગિક સંગઠનો અને ખાનગી હોસ્પિટલોના હોદ્દેદારોને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

Read About Weather here

ઔદ્યોગિક વિસ્તારમાં રસીકરણને એક ઝુંબેશ તરીકે લેવા કલેક્ટરે અપીલ કરી હતી. આ મિટિંગમાં નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here