ગુજરાતમાં આર્થીક ઝોનમાંથી નિકાસોમાં અંદાજે 6 ટકા ઘટાડો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ક્ધટેનરની તંગી અને કોરોના પ્રોટોકોલને પગલે સર્જાતી મંદી

ગુજરાતમાં રચાયેલા સ્પેશીયલ ઇકોનોમીક ઝોન (સેઝ)માંથી થતી નિકાસોમાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મે-2021 સુધીમાં નિકાસોની ટકાવારીમાં 5.6 ટકા જેવો ઘટાડો નોંધાયાનો સરકારી ડેટા જણાવે છે.

Subscribe Saurashtra Kranti here

સરકારના અહેવાલ મુજબ મે મહિનામાં 18441 કરોડની નિકાસો થઇ હતી એ સામે જૂન-2021માં નિકાસોનું પ્રમાણ ઘટીને રૂ.17408 કરોડ રહયું હતું. ગયા વર્ષે આ ગાળામાં 60 ટકા વધુ નિકાસો થઇ હતી. રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિને કારણે નિકાસ ક્ષેત્રને ફટકો પડયો છે અને મંદી સહન કરવી પડી છે.

નિકાસકાર ક્ષેત્રના સાહસીકોએ એવું કારણ આપ્યું છે કે, કોરોનાની બીજી લહેર ઉપરાંત ક્ધટેનરની અછત પણ ઓછી નિકાસો માટે કારણભુત છે. સુરતના આર્થીક ઝોનમાંથી થતી નિકાસોમાં 59 ટકા તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

Read About Weather here

મે મહિનામાં રૂ.1790.73 કરોડની નિકાસો થઇ હતી તેની સામે જૂન મહિનામાં માત્ર રૂ.726.27 કરોડની નિકાસો થયાનું નોંધાયું હતું. એ જ રીતે રીલાયન્સના સેઝમાંથી પણ થતી નિકાસોમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here