સૌરાષ્ટ્રમાં મેઘરાજાના આગમનની છડી પોકારતો મોસમમાં પલટો, પડધરીમાં ધોધમાર, રાજકોટમાં ઝાપટું

સૌરાષ્ટ્રમાં મેઘરાજાના આગમનની છડી પોકારતો મોસમમાં પલટો, પડધરીમાં ધોધમાર, રાજકોટમાં ઝાપટું
સૌરાષ્ટ્રમાં મેઘરાજાના આગમનની છડી પોકારતો મોસમમાં પલટો, પડધરીમાં ધોધમાર, રાજકોટમાં ઝાપટું

વાવણી કરીને મુંઝાયેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, શહેરમાં અનેક સ્થળે રસ્તા અને મન બન્ને ભીંજાયા: ભારે ઉકળાટ અને ગરમીથી પરેશાન રાજકોટ વાસીઓને રાહતનો અનુભવ, રવિવારથી ભારે વરસાદની વકી

છેલ્લા 15 દિવસથી રીસામણે બેઠેલા મેઘરાજા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હવે ગમે ત્યારે આગમનની તૈયારી કરી લીધી હોય તેમ ગઇકાલથી રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઇ ગયા છે.

Subscribe Saurashtra Kranti here

લાંબા વિરામ બાદ ગઇકાલે રાજકોટના સીમાડે પડધરીમાં ધોધમાર વરસાદ પડયો હતો. કોટડાસાગાણીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જયારે રાજકોટમાં અમુક વિસ્તારોમાં મેઘરાજાએ હાઉકલી કરી હતી. અમુક સ્થળે ઝરમર વરસાદ થયો હતો તો અમુક સ્થળે જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. કપાસ અને મગફળીના વાવેતરને જીવનદાન મળવાની આશા છે અને ખેડૂતોના જીવ હેઠા બેઠા છે.

પડધરી તાલુકાના બાધી, નારણકા, તરધડી વગેરે વિસ્તારોમાં ગઇકાલે જોરદાર વરસાદ તુટી પડયો હતો અને વાતાવરણ ઠંડુ ગાર થઇ ગયું હતું. રાજકોટ-જામનગર હાઇ-વે પર આવેલા કેટલાક ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશાલી પ્રસરી વળી છે.

પડધરીમાં અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. કોટડાસાગાણીમાં ધીમીધારે ગઇ રાત્રે અને આજે વરસાદ થતા માર્ગો પાણી પાણી થઇ ગયા હતા. ખેડૂતો આનંદથી નાચી ઉઠયા હતા. સમગ્ર રાજકોટ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદે દેખા દીધી છે. જસદણ, ગોંડલ, આટકોટ, સાંગણવા, મેંગણી, રીબડા, હડમતાળા, વગેરે ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદના ઝાપટાથી વાવેતરને નવું જીવન મળ્યું છે. આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શકયતા છે.

Read About Weather here

રાજકોટમાં મવડી વિસ્તાર અને 150 ફુટ રીંગ રોડ વિસ્તારમાં જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોના તન, મન ભીંજાઇ ગયા હતા અને રસ્તા પણ ભીંજાય ગયા હતા. શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા હતા. આ રીતે મેઘરાજાએ ટ્રેઇલર બતાવીને લોકો અને કિસાનોના મનમાં આશા જગાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here