15 જૂલાઇથી તમામ શાળા-કોલેજોના દ્વાર ખુલશે

15 જૂલાઇથી તમામ શાળા-કોલેજોના દ્વાર ખુલશે
15 જૂલાઇથી તમામ શાળા-કોલેજોના દ્વાર ખુલશે


ફરી ભણશે ગુજરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કોર કમિટીમાં ફેંસલો
વાલીઓની સંમતી જરૂરી : વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે
વિદ્યાર્થી અને વાલીઓમાં પ્રસરતી ખુશાલીની લાગણી
50 ટકા ક્ષમતા સાથે વર્ગો શરૂ કરવાનો રાજય સરકારનો નિર્ણય

કોરોના મહામારીના બબ્બે રાઉન્ડને ભોય ભેગા કરવામાં ગુજરાત સરકાર અને પ્રજા સફળ થઇ ગયા છે ત્યારે ફરીએકવાર શાળા અને કોલેજોના કેમ્પસ અને મેદાનો વિદ્યાર્થીઓના પગરણ અને ગુંજારાવથી ખીલી ઉઠશે. ફરી એકવાર શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્યનો ધમધમાટ શરૂ થઇ જશે. ગુજરાત સરકારે રાજયભરમાં તા.15 જૂલાઇ ગુરૂવારથી ઉચ્ચતર માધ્યમીક ધો.12ની શાળાઓ અને કોલેજો શરૂ કરી દેવાનો નિર્ણય લીધો છે. ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ કોલેજ તથા શિક્ષણ સંસ્થાઓ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની રાજય સરકારે મંજુરી આપી દીધી છે.

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની કોરકમીટીની બેઠક મળી હતી જેમાં શાળા-કોલેજો પુન: શરૂ કરી દેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશાલીની લાગણી પ્રસરી વળી છે.

દરેક શાળા-કોલેજોમાં હાજરી 50 ટકા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેબીનેટ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે, વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સંમતી મેળવવી ફરજીયાત રહેશે. વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.

કોર કમીટીની બેઠકમાં મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, શિક્ષણ અગ્રસચિવ એસ.એસ.જે.હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમાર અને શિક્ષણ સચિવ વિનોદકુમાર ઉપસ્થિત રહયા હતા.

રાજયમાં ધો.12 ઉચ્ચતર માધ્યમીકની 8333 શાળાઓના 6 લાખ 82 હજાર વિદ્યાર્થીઓ, સરકારી-અનુદાનીત-સેલ્ફ ફાઇનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ 1609 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 8 લાખ 85 હજાર 206 વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી-ફાર્મસી અને પોલીટેકનીક કોલેજ મળીને કુલ 489 ટેકનીકલ શિક્ષણ સંસ્થાઓમાં 2 લાખ 78 હજાર 845 વિદ્યાર્થીઓ છે.

રાજય સરકારે શિક્ષણ કાર્ય શરૂ કરવાની છુટ આપી છે પરંતુ નવેશરથી કોરોના નિયમોની ગાઇડલાઇન પણ બહાર પાડી છે અને તેનો અમલ કરવાની પણ તાકિદ આપી છે. તમામ શાળા કોલેજોએ કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. દરેક વિદ્યાર્થી, શિક્ષક અને પ્રોફેસરે માસ્ક પહેરી રમઅવમાન ા રહેશે. સેનીટાઇઝેશનની સતત વ્યવસ્થા રાખવી કરવાની રહેશે.

Read About Weather here

અને સામાજી અંતર પણ જાળવવાનું રહેશે. આજથી એટલે કે 10મી જૂલાઇથી 8 મહાનગરો સીવાયના શહેરોમાંથી નાઇટ કફર્યુ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. તમામ દુકાનો રાતના 9 સુધી ચાલુ રહી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here