ઉમરાળી ગામે વૃધ્ધાને સાંથણીમાં મળેલી જમીન પર દબાણ

ઉમરાળી ગામે વૃધ્ધાને સાંથણીમાં મળેલી જમીન પર દબાણ
ઉમરાળી ગામે વૃધ્ધાને સાંથણીમાં મળેલી જમીન પર દબાણ

ભૂમાફિયાઓને ભુ પાનારા રાજકોટ પોલીસ વૃધ્ધાને વ્હારે કેમ ન આવી??
રાજકીય વર્ગ ધરાવતા માથાભારે શખ્સોએ જમીન પર હોટલ બનાવી નાખી: અનેકવાર રજૂઆત છતાં વૃધ્ધાને ન્યાય ન મળ્યો, કલેકટર પાસે ધા
ભૂમાફિયાઓને ભુ પાનારા રાજકોટ પોલીસ વૃધ્ધાને વ્હારે કેમ ન આવી??

રાજકોટનાં ભાવનગર રોડ પર આવેલા ઉમરાળી ગામે અનુ.જાતિનાં વૃધ્ધાને વર્ષો પહેલા સાંથણીમાં મળેલી જમીન પર કેટલાક રાજકીય વર્ગ ધરાવતા શખ્સો દબાણ કરી હોટલ બનાવી નાખી વૃધ્ધાની જમીન પચાવી પડતા વૃધ્ધાએ અનેકવાર સરકારી તંત્રોમાં રજૂઆત કરી હોય, પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હોય છતાં ન્યાય નહીં મળતા વૃધ્ધાએ નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુને લેખિતમાં રજૂઆત કરી ન્યાય અપાવવાની માંગ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ શહેરનાં ભાવનગર રોડ પર આવેલા ગંજીવાડા શેરી નં.20 માં સહેઝાદ પાન પાસે રહેતા અને મૂળ રાજકોટ તાલુકાનાં ઉમરાળી ગામના વતની ડાયબેન ડાયાભાઇ પરમાર (ઉ.વ.95) નામના વૃધ્ધાએ નવનિયુક્ત રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુને લેખિતમાં રજૂઆત કરી તમામ જરૂરી પુરાવા અંગેના કાગળોની કોપી રજુ કરી ન્યાય મેળવવા અપીલ કરી છે. વૃધ્ધાએ અરજીમાં જણાવ્યા પ્રમાણે ઉમરાળી ગામે સરકાર તરફથી અનુ.જાતિનાં ગરીબ જરૂરીયાત મંદ લોકોને સાંથણીમાં જમીન આપવામાં આવી છે.

જેમાં સ્વ.કરશન દેવા, અરજણ રામા, ભલા અમરા, ગોવિંદ દાના, મેઘા પોલા સહિતનાં લોકોને સાંથણીની જમીન અંગે દરખાસ્ત થઇ છે. જેમાં ડાયબેનનાં પતિ ડાયાભાઈ પરમારને પણ સાંથણીમાં જમીન આપવામાં આવી છે. પતિનાં અવસાન બાદ ડાયબેન એકલા રહેતા હોય અને રાજકોટમાં સ્થાઈ થયા હોય તે દરમ્યાન ઉમરાળી ગામે રહેતા અને રાજકીય વર્ગ ધરાવતા મળ્યા ભારે યુવરાજ સુખા ડવ નામના આહીર શખ્સે આ સાંથણીની જમીનમાં દબાણ કરી ઘરની હોટલ ઉભી કરી દબાણ કર્યું છે.

છેલ્લા 15 વર્ષથી માથાભારે મનુ સુરેશ ડવએ દબાણ કર્યું હોય વૃધ્ધાએ અનેકવાર સરકારી કચેરીનાં ધક્કા ખાઈ અનેકવાર લેખિતમાં રજૂઆત કરી છે. છતાં વૃધ્ધાને કોઈ ન્યાય નહીં મળતા અને દબાણ દૂર નહીં થતા વૃધ્ધા ડાયબેન પરમારે ગઈકાલે નવનિયુક્ત રાજકોટ જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુને લેખિતમાં રજૂઆત કરી દબાણ હટાવી વૃધ્ધાને ન્યાય અપાવવાની માંગ કરી છે.

ઉમરાળી ગમે અનુ.જાતિનાં વિધવા વૃધ્ધા ડાયબેન ડાયાભાઈ પરમારને સાંથણીમાં મળેલી જમીનમાં રાજકીય વર્ગ ધરાવતા માથાભારે શખ્સોએ દબાણ કરી હોટલ ઉભી કરી નામી હોવાની કલેકટર તંત્રમાં લેખિતમાં ફરિયાદ કર્યા બાદ ગઈ તા. 15/4/2021 નાં રોજ રાજકોટ તાલુકા મામલતદારે લેખિતમાં પત્ર પાઠવી શહેર પોલીસ કમિશનરને ઉમરાળી ગામે ગેરકાયદેસર દબાણ હટાવવા બાબતે પત્ર પાઠવ્યો હતો.

Read About Weather here

તેમ છતાં રાજકોટમાં ભૂતકાળમાં અનેક ભૂમાફિયાઓને ભોભીતર કરનાર રાજકોટ પોલીસ આ ઉમરાળી ગામનું દબાણ હટાવવા સમક્ષ બની ન હતી અને વૃધ્ધાની સાંથણીની જમીનમાં દબાણ હટાવી નહીં સકતા રાજકોટ પોલીસ પણ વૃધ્ધાને ન્યાય અપાવી શકી ન હોતી ત્યારે એક વાતએ છે કે રાજકોટ પોલીસ કરતા રાજકીય વર્ગ ધરાવતા લોકો ગમે ત્યારે ગમે તે ગેરકાયદે કાર્ય કરો તો તેના વાળ પણ વાંકો થતો ન હોય તેવી પ્રતીતિ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here