અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાને સરકારની મંજુરી

અમદાવાદ : રથયાત્રામાં માત્ર 5 વાહનોને મંજૂરી
અમદાવાદ : રથયાત્રામાં માત્ર 5 વાહનોને મંજૂરી

કોરોનાના નીતિ નિયમોના પાલન સાથે 144 મી રથયાત્રા, તડામાર તૈયારીઓ

છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીને પુર્ણ કક્ષાએ નિકળી ન શકેલી અમદાવાદ વિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રાનો માર્ગ આ વર્ષે મોકળો થઇ ગયો છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવા માટે આજે રાજય સરકારે મંજુરીની મોહર મારી દીધી હતી.

Subscribe Saurashtra Kranti here

આજે મળેલી કેબીનેટની કોર કમિટીની બેઠકમાં રથયાત્રાની મંજુરી તથા તૈયારીઓ અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યસ્થાને મળેલી બેઠક પુરી થયા બાદ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને રથયાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ નિર્ણયને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરના ભાવિકોમાં ખુશાલીનું મોજુ પ્રસરી વળ્યું હતું.રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પરીપુર્ણ થઇ ગઇ છે. કોરોના પ્રોટોકોલના ચુસ્ત પણે અમલ સાથે રથયાત્રા કાઢવાની સરતી મંજુરી સરકારે આપી છે.

Read About Weather here

કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. દર વર્ષે પરંપરા મુજબ અમદાવાદમાં અષાઠી બીજના દિવસે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. કોરોનાને કારણે આ ધાર્મીક પરંપરાને બ્રેક લાગી ગઇ હતી. હવે મંજુરી મળતા રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. અમદાવાદમાં નિકળનારી આ 144 મી રથયાત્રા હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here