કોરોના કાળમાં રાજકોટમાં જમીન-મકાનમાં તેજી!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં ૧૦ કરોડથી વધુની આવક

જમીન-મકાનમાં પૂરતું વળતર તેમજ સેઈફ રોકાણ હોવાનું લોકો માની રહ્યા છે

બિલ્ડરો દ્વારા મકાન-ફ્લેટની ખરીદીમાં આકર્ષક ઓફરો કરી રહ્યા છે. દસ્તાવેજ, લોન સહિતનાં કાગળો સરળતાથી કરી આપતા હોવાથી મિલકત ખરીદનારને કચેરીનાં ધક્કા ખાવા પડતા નથી.

દેશના વિકસિત શહેરોમાં રાજકોટ શહેરનો સમાવેશ થયો છે. શહેર અને જીલ્લાનાં છેવાડાનાં વિસ્તારોમાં જમીન-મકાનનીખરીદી અને વેચાણમાં કોરોનાની કોઈ અસર થઇ ન હોય તેમ આંકડા દર્શાવે છે. છેલ્લા 3 મહિનામાં સ્ટેમ્પ ડ્યુટીમાં ૧૦ કરોડથી વધુની આવક સરકારને થઇ છે. સબ રજીસ્ટાર ઝોનલ ૧ થી ૮ માં તા. ૧-૪-૨૦૨૧ થી તા. ૫-૭-૨૦૨૧ સુધીમાં ૧૨,૯૦૩ દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટી ૬,૩૧,૧૬,૯૦૬૯ અને નોંધણી ફી ૧૦,૧૮,૨૩,૭૧૦ ની આવક થઇ છે.

Subscribe Saurashtra Kranti here

દરેક લોકોનું એક સ્વપન હોય છે કે, પોતાનું ઘર હોય. કોરોના કાળમાં જમીન-મકાનોનાં ભાવમાં ઘટાડો થયો છે. ઇન્વેસ્ટરો જમીન-મકાનમાં રોકાણ કરતા હોય છે. મોટાભાગનાં લોકો એવું માનતા હોય છે કે, અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાને બદલે જમીન-મકાનમાં રોકાણ કરી નફો મળતો હોવાનું જાણવા મળ્યું છે.

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી અન્ય ચીજવસ્તુઓમાં ભાવ વધારાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારીથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું લોકો કહીં રહ્યા છે. રાજ્યનાં અન્ય શહેરોમાં રીયલ એસ્ટેટમાં મંદીનું મોઝું ફરી વળ્યું છે. ત્યારે કોરોના કાળમાં પણ રાજકોટમાં રીયલ એસ્ટેટમાં તેજી હોય તેમ આંકડા દર્શાવી રહ્યા છે. મોટાભાગનાં લોકો એવું માની રહ્યા છે.

Read About Weather here

જમીન-મકાનમાં રોકાણ કરવું વધુ સેઈફ છે. જયારે પણ નાણાની જરૂર પડે ત્યારે રોકાણ કરેલ મિલકતને આસાનીથી વેચાણ કરી શકાય. અન્ય ક્ષેત્રમાં રોકાણ કરી પૂરતું વળતર કે ઓન ધ સ્પોટ વેચાણ થઇ શકતું નથી. સૌરાષ્ટ્રનું ગણાતું પાટનગર રાજકોટમાં રીયલ એસ્ટેટમાં મંદી જોવા મળતી નથી. બિલ્ડરો મકાન ખરીદનારને આકર્ષક ઓફરો કરે છે. બેંકોમાં લોન સહિતની સગવડો કરી આપે છે. ખરીદનારહને ધક્કા ખાવા પડતા નથી. મહિલાનાં નામે ખરીદવામાં આવતી મિલકતમાં નોંધણી ફી માં રાહત આપવામાં આવે છે. છેલ્લા 3 મહિનામાં જમીન અને મકાનની ખરીદી-વેચાણમાં રૂ.૧૦ કરોડથી વધુ આવક થતા સરકારની તિજોરીમાં જમા થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here