જસદણમાં રૂપિયાની ઉઘરાણી બાબતે યુવાનને ચાર શખ્સોએ ધોકાવ્યો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

જસદણનાં કોટડાપીઠા ગામે રહેતા કાઠી દરબાર યુવાનને ખાનપર રોડ પર ચાર શખ્સોએ આંતરી નાણા ઉઘરાણી બાબતે ઝઘડો કરી મારમારી કારમાં નુકશાન કરી ભાગી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ કોટડાપીઠા ગામે રહેતો અશોક અમરુભાઈ બોરિયા (ઉ.વ.૨૨) નામનો યુવાન જસદણમાં ખાનપર રોડ પર પોતાની સ્વીફટ કાર લઇ જતો હતો. ત્યારે જયપાલ કિરીટ બોરિયા, ધનરાજ લઘુ ધાધલ, મહિપાલ પ્રવિણ બોરિયા, પ્રતાપ વલકુ આયર સહિત ચાર શખ્સોએ લાકડી, ધોકા વડે હુમલો કરી ઉછીના આવેલા રૂ.૫૦ હજારની પઠાણી ઉઘરાણી કરી સ્વીફ્ટ કાર અને મોબાઈલમાં નુકશાન કરી નાસી જતા યુવાને જસદન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.