શિવ શક્તિ અને રામ રણુજા સોસાયટીમાં જુગાર રમતી 3 મહિલા સહિત 12 ઝડપાયા

જામનગર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

કોઠારીયા સોલવન્ટ પાસે શિવ શક્તિ સોસાયટી અને રામ રણુજા સોસાયટીમાં જુગાર રમતી 3 મહિલા સહિત 12 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ આજીડેમ પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટીની બાજુમાં આવેલી શિવ શક્તિ સોસાયટી મેઈન રોડ પર રહેણાંક મકાનમાં જુગાર રમતા ઇન્દુ મનોજ સોલંકી, નીતા કમલેશ ઉર્ફે દિનેશ દેલવાડીયા, ગીતા શાંતુ ધાંધલ, રાજુ વિક્રમ ખાચર, અશોક કાળુ રાઠોડ સહિત પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. 10470 કબજે કર્યા છે.

Read About Weather here

અન્ય એક દરોડામાં રણુજા મંદિર પાસે આવેલી રામ રણુજા સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સુલતાન સલીમ શેખ, ગૌતમ ઉર્ફે ગોપાલ ચંદુ પાઘડાર, અમિત ઉર્ફે કીલીયો બાબુ પાઘડાર, સહદેવ ઉર્ફે ટભો દેવા કમાણી, રાહુલ કલ્પેશ ખેર, જયેશ લાખ પરમાર, ધર્મેશ ઉર્ફે ધમો વિજય વાઘેલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. 8200 કબજે કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here