ભારતીયો વિશ્ર્વના સૌથી વધુ સહિષ્ણુ નાગરિકો

ભારતીયો વિશ્ર્વના સૌથી વધુ સહિષ્ણુ નાગરિકો
ભારતીયો વિશ્ર્વના સૌથી વધુ સહિષ્ણુ નાગરિકો


મોટાભાગના ધાર્મિક રીતે એકદમ સ્વતંત્ર : ખાસ સર્વેક્ષણનું તારણ
ધાર્મિક એકતાની અનુભૂતી કરતા હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી-જૈન-શીખ અને બૌધ્ધ ધર્મીઓ
અમેરીકાની થીન્ક ટેન્ક સંસ્થાના દેશ વ્યાપી સંશોધનમાં બહાર આવતી હકીકત

ભારતમાં બહુમતી લોકો ધાર્મિક આઝાદીની અનુભુતી કરે છે વધુ અને વિશ્ર્વના સૌથી વધુ સહીષ્ણ નાગરિકો છે. આ કોઇ ભારતીય વિદ્ધાન કે સંસ્થા અથવા તો સામાજીક સંગઠનનું તારણ નથી ખુદ અમેરીકાની એક સંસ્થા આ હકીકતની કબુલાત કરે છે. વોશીગ્ટન સ્થિત ટી.ઇ.ડબ્લયુ રીસર્ચ સેન્ટર દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક ખાસ અભ્યાસમાં એવું તારણ નિકળ્યું છે કે, મોટાભાગના ભારતીયો ધાર્મીક આઝાદીની અનુભુતી કરે છે.

Subscribe Saurashtra Kranti here

એક મેકના ધર્મો પ્રતિ સહીષ્ણ જણાયા છે. તમામ ધર્મોને માન આપવાના વિચારથી જ ભારતની એકતા બની છે એવું બહુમતી ભારતીયોનું માનવું છે. ભારતમાં વસતા મુખ્ય છ ધાર્મીક જૂથો હિન્દુ-મુસ્લિમ-ઇસાઇ-જૈન-શીખ-બૌધ્ધ સમાજ માને છે કે, આ દેશમાં એમને એમના ધર્મોનું પાલન કરવાની પુરેપુરી આઝાદી મળી છે. અભ્યાસમાં એવું પણ જણાયું છે કે, ભારત અને વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી ફેલાતો ધર્મ ઇસ્લામ છે. જયારે ખ્રિસ્તી ધર્મ વિશ્ર્વનો સૌથી મોટો ધાર્મિક સમુદાય બની રહયો છે.

સંશોધન અહેવાલમાં એવું બહાર આવ્યું છે કે, આ તમામ છ ધર્મોના અનુયાયીઓ ધાર્મિક આઝાદીમાં માને છે. ધાર્મિક રીતે અન્યોથી અલગ અને વેગળા જીવવાનું વધુ પસંદ કરે છે. દેશના લગભગ તમામ રાજયો અને કેન્દ્રો શાસીત પ્રદેશોમાં 17 ભાષાઓમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ભારત અને ભારતીયો ખુબ જ ધાર્મીક જણાયા છે. ધર્મનું એમના જીવનમાં મુખ્ય અને મહત્વનું સ્થાન છે. 97 ટકા ભારતીયો ઇશ્ર્વરમાં માને છે.

તમામ ધાર્મીક જુથના 80 ટકા લોકો ઇશ્ર્વરમાં માને છે. એટલું જ નહીં હિન્દુ સમાજ માટે ગાય એકદમ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર બની રહી છે. 72 ટકા હિન્દુઓ એવો મત ધરાવે છે કે, જે વ્યકિત ગૌ માસ ખાતો હોય કે ખાતી હોય એ હિન્દુ નથી. 49 ટકા માને છે કે, જે ભગવાનમાં ન માનતો હોય તે હિન્દુ નથી. જો કે, હિન્દુ સમાજના 48 ટકા લોકો એવા છે જે દરરોજ મંદિરે જવાની ટેવ ધરાવતા નથી.

ત્રીજા ભાગના બૌધ્ધ ધર્મિઓ માન્યતા તરીકે ઇશ્ર્વરમાં માનતા નથી કે સ્વીકારતા નથી. એમના ધર્મ શાસ્ત્રમાં કંઇક અલગ પ્રકારે ધર્મનું જ્ઞાન અપાઇ છે. મુસ્લિમ ધર્મની વાત કરીએ તો 72 ટકા એવું માને છે કે, એમના પરિવાર અને વારસાના મામલાની પતાવટ ઇસ્લામી ધર્મ શાસ્ત્ર મુજબ થવી જોઇએ. એ માટે શરીયતી અદાલતોમાં કેસ ચલાવવા દેવા જોઇએ.

Read About Weather here

1937થી ભારતમાં મુસ્લિમ માટે દારૂલ કઝાનું અસ્તીત્વ હતું પરંતુ હવે કાનુન રીતે બંધન કરતા નથી. 68 ટકા ભારતીય હિન્દુઓ અન્ય ધર્મમાં લગ્નનો વિરોધ કરે છે. એ જ રીતે 78 ટકા મુસ્લિમો, 36 ખ્રીસ્તીઓ, 47 ટકા શીખ, 62 ટકા જૈનો, પણ અન્ય ધર્મમાં લગ્ન કરવા સામે વિરોધ વ્યકત કરતા દેખાયા. ભારતમાં દિવાળીનું પર્વ દરેક સમાજ માટે ઉજવણીનું કેન્દ્ર બન્યુ છે. જેના પરથી ભાઇચારાનું અતુત બંધન નજરે ચડે છે. ભારતમાં હંમેશા હિન્દુ સમાજની બહુમતી રહેશે પણ બીજા ક્રમે મુસ્લિમો રહેશે. ઇન્ડોનેશીયા કરતા પણ વધુ મુસ્લિમો ભારતમાં વસે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here