સંસદ ભવનની સામે દરરોજ ધરણા કરશે ખેડૂતો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ગુરૂવારે ભાવ વધારાના વિરોધમાં દેશવ્યાપી ધરણા યોજાશે

નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ સંસદના દ્વાર સુધી આંદોલન લઇ જવાના કાર્યક્રમની ધોષણા કરી છે. ચોમાસુ સત્ર શરૂ થઇ રહયું હોવાથી સંસદનું સત્ર પરીપુર્ણ થાય ત્યાં સુધી કિસાનો દરરોજ સંસદ ભવનની સામે બેસીને ધરણા અને દેખાવો કરશે.

Subscribe Saurashtra Kranti here

ચોમાસુ સત્ર દરમ્યાન સંસદને ધેરાવ કરવાની પણ ચિમકી આપવામાં આવી છે. સિંધુ બોર્ડર પર સંયુકત કિસાન મોરચાની ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં આંદોલનને ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુરૂવારથી દરરોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી ઇંધણ અને જીવન જરૂરી ચીજ-વસ્તુઓના ભાવ વધારા સામ બોલો અથવા તો બેઠક ખાલી કરો એવી ચેતવણી વિપક્ષના નેતાઓને આપવામાં આવશે.

Read About Weather here

સંસદ શરૂ થાય એ દિવસે સિંધુ બોર્ડરથી મોટી સંખ્યામાં ખેડૂતો સંસદ ભવન પહોંચી જશે અને કાર્યવાહી ખોરવી નાખવા વિપક્ષોને અનુરોધ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here