સ્કૂલ ફીમાં રાહત અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે : શિક્ષણમંત્રી

સ્કૂલ ફીમાં રાહત અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે : શિક્ષણમંત્રી
સ્કૂલ ફીમાં રાહત અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે : શિક્ષણમંત્રી

એકપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં


ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ફીના મામલે એવી જાહેરાત કરી હતી કે, સ્કૂલ ફીમાં રાહત માટેનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. રાજયમાં એક પણ વિદ્યાર્થી પ્રવેશ થી વંચિત રહેશે નહીં.આરટીઇ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. દરમ્યાન અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ માટે જબરો ઘસારો થઇ રહયો છે.

Subscribe Saurashtra Kranti here

ખાનગી શાળાઓ છોડીને અમદાવાદ મહાનગરપાલિકાની શાળાઓમાં એડમીશન લેવા માટે જબરદસ્ત ધસારો જોવા મળ્યો છે. છેલ્લા 15 દિવસમાં જ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અમદાવાદની મ્યુ. શાળાઓમાં પ્રવેશ મેળવી લીધો છે. એવું શિક્ષણ વિભાગના આંકડા દર્શાવે છે. ખાનગી શાળાઓના મોંઘાદાટ બનતા જતા શિક્ષણ, ઉંચી ફી માટે ખાનગી શાળા સંચાલકોની દાદાગીરી અને દબાણના પરીણામે વાલીઓ હવે એમના સંતાનોને ખાનગી શાળાઓને બદલે મહાનગરપાલિકાની શાળાઓમાં દાખલ કરાવી રહયા છે.

દરમ્યાન શિક્ષણમંત્રીએ પણ વાલીઓને ખાત્રી આપીને એમનો રસ્તો આસાન કર્યો છે. કોઇપણ ખાનગી શાળામાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવામાં નહીં આવે જો કે ફી અંગે તેમણે મગનું નામ મરી પાડયું ન હોતું. ખાનગી શાળાઓમાં ફીનું ભારણ ઘટાડવા અંગે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે એવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

રાજય સરકારની આવી અવઢવને કારણે જ વાલીઓ હવે વધુ રાહ જોવા માંગતા નથી અને અમદાવાદથી ઉલ્ટી ગંગા જેવો પ્રવાહ શરૂ થઇ ગયો છે. એક જમાનામાં અમદાવાદ હોય કે, રાજકોટ મહાનગરો અને નાના કદના શહેરોના વાલીઓ પણ ખાનગી શાળાઓમાં એમના સંતાનોને મુકવા માટે તલપાપડ રહેતા હતા. જો કે હવે સમય બદલાઇ રહયો છે અને તેનું કારણ ખાનગી શાળા સંચાલકોની મનમાની છે.

કોરોના મહામારી છતાં ખાનગી શાળાઓ ફીનું ભારણ ઘટાડવા માટે તૈયાર થઇ નથી બલકે વાલીઓ પર બોજો વધારતી જ ગઇ છે. સ્કૂલ રાજય સરકારે વારંવાર તાકિદ કર્યા છતાં અને ફી ઘટાડાનો અનુરોધ કર્યા છતાં ખાનગી શાળાના સંચાલકો સરકારની વાતને પણ અભેરાઇએ ચડાવી શિક્ષણ જગતના માફીયા જેવું વર્તન કરવા લાગ્યા છે. સ્કૂલ જે વાલીઓ ભારે ઉંચી ફી ભરી શકયા નથી એમના સંતાનોનું ઓનલાઇન શિક્ષણ પણ બંધ કરી દેવાયું છે.

Read About Weather here

આ સંજોગોમાં હવે વાલીઓ ખાનગી શાળાનો મોહ જતો કરી રહયા છે અને મ્યુનિસીપલ શાળાઓમાં એડમીશન લઇ રહયા છે. જે ખાનગી સ્કૂલોના ગાલ પર તમાચા સમાન છે. આ પ્રવાહ હવે ગુજરાતમાં ધીમેધીમે ગતિ પકડી રહયો છે. થોડો વધુ સમય પસાર થતા જ ખાનગી શાળા સંચાલકોનો વહેમ પણ ભાંગીને ભુક્કો થઇ જવાની તૈયારીમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here