સંસ્કાર નગરી રાજકોટમાં બુટલેગરો બેફામ..!

સંસ્કાર નગરી રાજકોટમાં બુટલેગરો બેફામ..!
સંસ્કાર નગરી રાજકોટમાં બુટલેગરો બેફામ..!

માત્ર પાંચ મહિનામાં રૂ.3.53 કરોડનો દારૂ પકડ્યો તો શહેરમાં પીવાયો કેટલો?

અઢી વર્ષમાં પોલીસે રૂ.1.98 કરોડના માદક પદાર્થ સાથે 110 શખ્સોની ધરપકડ કરી તો શહેરમાં અસામાજીક પ્રવૃતિ અંકુશમાં કે અંકુશ બહાર..?

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ જ્યારે વિધાનસભાએ દારૂબંધી અંગે વિપક્ષ હાલ પ્રશ્ન કરવામાં આવે ત્યારે ગુજરાત પોલીસે પકડાયેલા દારૂના આંકડા જાહેર કરવામાં આવે છે ત્યારે તેના ઉપરથી એવું ચર્ચા રહ્યું છે કેઇ જો કરોડોનો દારૂ પકડતો હોય તો ગુજરાતમાં કેટલો દારૂ બુટલેગરો દ્વારા કેટલો દારૂ ઘુસાડવામાં આવતો હશે તે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

ત્યારે રાજકોટ શહેર પોલીસે આજે નામચીન બુટલેગરો ફિરોજ ઉર્ફ ફીરિયાને દબોચી દીધા બાદ પોલીસ દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રૂ.3.57 કરોડનો દારૂ માત્ર પોલીસે પાંચ મહિનામાં જ પકડી પાડયો છે તો શહેરમાં કેટલો દારૂ ગેરકાયદેસર વેચતો હશે. તે શહેરભરમાં ચર્ચા થઈ રહી છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેર પોલીસ દ્વારા સમાજમાં દારૂની બંદીને જસત નાબુદ કરવા બુટલેગરોને પકડી દારૂ પકડી પાડી આવી અસમાજીક પ્રવૃતિઓ ઠામી દેવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો બીજી બાજુ જો પોલીસ આટલો મોટો દારૂ પકડી શક્તી હોય તો બુટલેગરો શહેરમાં કેટલો દારૂ ઘુસાડતા હશે તેવો પ્રજાનામનમાં સવાલ ઊભો થયો છે. બીજી બાજુ પ્રજાના જાનમાનનું રક્ષણ કરતી પોલીસે એવી પણ બૂમો પાડી રહી છે કે પોતે શહેરમાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ ડામી દેવામાં સફળતા મળી છે.

Read About Weather here

જેના પગલે રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર વેચતા નશાકારક માદક પદાર્થનું વેચાણ તથા હેરાફેરી અટકાવી કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા આજે સતાવાર રીતે જાહેર કર્યું છે કે 2019 થી 2021 એટલે કે અઢી વર્ષના સમયગાળા દરમ્યાન પોલીસે 50 થી વધુ એન.ડી.પી.એસ. ના ગુના શોધી કાઢ્યા છે અને 110 આરોપીનેપકડી પાડી રૂ. 1.98 કરોડનો મુદ્દાએમાલ કબ્જે કર્યો છે.

પોલીસે જાહેર કરેલા આંકડા પર એક નજર કરતાં એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં અસામાજીક પ્રવૃતિ અંકુશમાં છે કે અંકુશ બહાર તેવું ચર્ચાઇ છે જો અઢી વર્ષમાં પોલીસ દ્વારા માદક પદાર્થનું વેચાણ કરતાં 110 આરોપીને પકડી પદાર્થ કબ્જે કર્યો છે તો શહેરએમએ ગેરકાયદે કેટલા લોકો આવી અસામાજીક પ્રવૃતિઓ કરતાં હશે?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here