વરૂણ દેવના રીસામણા : ખેતરો સુકાયા, આંખો બની ભીની

વરૂણ દેવના રીસામણા : ખેતરો સુકાયા, આંખો બની ભીની
વરૂણ દેવના રીસામણા : ખેતરો સુકાયા, આંખો બની ભીની

15 જુલાઇ સુધી વરસાદ નહીં થવાની અમંગળ આગાહી

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા 18 લાખ હેકટર વાવેતર પર જોખમ, મગફળી, કપાસ જેવા મહત્વના પાક અને બાગાયતી પાકને નુકસાનનો ડર

નજર સામે સુકાતા જતા વાવેતરને જોઇને જગતનો તાત ચિંતામાં મુકાયો: કચ્છમાં મગ, ગુવાર, તલ વગેરેના વાવેતરમાં સુકારો

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાઇ ગયો હોવાથી કૃષિ ક્ષેત્ર માટે બીહામણી અને ડરામણી પરિસ્થિતિનું સર્જન થઇ રહયું છે. વાવેતર નિષ્ફળ જવાનો ભય ઉભો થયો છે. એવામાં નવી અમંગળ આગાહીને કારણે જગતાતના કપાળ પર ચિતાની રેખાઓ અંકાઇ જવા પામી છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસાના મહત્વના મહિના જૂનની જેમ જુલાઇમાં પણ અત્યાર સુધીમાં વરૂણ દેવ ગાયબ રહયા હોવાથી વરસાદ ખેંચાઇ જવા પામ્યો છે અને વાવેતર જોખમમાં મુકાઇ ગયું છે. સૌરાષ્ટ્રમાં મેઘ રાજા અલોપ થઇ ગયા હોવાથી 18 લાખ હેકટર પરનું વાવેતર નિષ્ફળ જવાનો ભય ઉભો થવા પામ્યો છે અને ખેડૂતો ભારે આર્થીક નુકશાનીના અંદેશાથી ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

કૃષિ ખાતાના સત્તાવાર આંકડા અનુસાર સૌરાષ્ટ્રમાં 18 લાખ હેકટર પર ચોમાસુ પાકનું વાવેતર થયું છે. 9 લાખ હેકટરમાં મગફળી અને 8 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. પરંતુ સમયસર વાવણી બાદ વરસાદ થયો ન હોવાથી વાવેતર ઝડપભેર સુકાઇ રહયું છે અને દિવસે-દિવસે જગતાતની ચિતા વધી રહી છે. નજર સામે ખેતરો સુકાતા જતા જોઇને કિસાનની આંખ ભીની બની રહી છે. સૌરાષ્ટ્રનું અર્થતંત્ર મોટા ભાગે કૃષિ આધારીત છે.

Subscribe Saurashtra Kranti here

પરિણામે વરસાદ સમયસર ન આવે તો ચોમાસુ પાક મહદ અંશે નિષ્ફળ જઇ શકે છે. સારો પાક લેવા માટે અને વાવેતર બચાવવા માટે ખેડૂતોને સિચાઇનું વધુ પાણી આપવું પડશે જેની માંગણી અત્યારથી શરૂ થઇ જવા પામી છે. સૌરાષ્ટ્રમાં જળાશયોમાં પાણીનો સંગ્રહ પણ 50 ટકાથી ઓછો થઇ જવા પામ્યો છે. એટલે સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી નહેરોમાં પાણી વહેતુ કરવામાં આવે તો જ ખેતીને બચાવી શકાશે નહીંતર જળાશયોમાંથી લોકોને પીવાનું પાણી આપવાની સાથે સાથે સિચાઇનું પાણી પુરતા પ્રમાણમાં આપવાનું મુશકેલ બની રહેશે. એટલે રાજય સરકાર સામે પણ આ વર્ષ નવો પડકાર લઇને આવી રહયો છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને અળદનું મોટા પાયે વાવેતર થયું છે. આવી જ સ્થિતિ કચ્છમાં જોવા મળી રહી છે.

કચ્છમાં મોટા ભાગે મગ, ગુવાર અને તલનું વાવેતર થયું છે. પણ વાવણી પછીના દિવસોમાં વરસાદ ન આવતા સુકારો જોવા મળી રહયો છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર વગેરે જિલ્લાઓમાં મગફળી અને કપાસનું મોટાપાયે વાવેતર થયું છે. તથા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો 28226 હેકટર જમીન પર મગફળી અને કપાસનું વાવેતર થયું છે. પરંતુ ખેડૂતો ચાતકની જેમ વરસાદની રાહ જોઇ રહયા છે. મેઘરાજાએ હજુ સુધી દર્શન દીધા નથી. બીજી તરફ વિજળીની પણ સમસ્યા છે જેના કારણે કુવા અને દારના પાણી સિચવામાં પણ ખેડૂતોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહયો છે.

Read About Weather here

દરમ્યાન ખાનગી હવામાન સંસ્થાની આગાહી સાંભળીને ખેડૂતોના પેટમાં વધુ ધ્રાસ્કો પડયો છે. આવતી તા.15મી જુલાઇ સુધીમાં વરસાદ થવાની શકયતા નહીંવત છે એવી આગાહી સ્કાયમેટ હવામાન સંસ્થાએ કરી છે જે ખુબ જ ચિંતા જનક ગણાવી શકાય. જુલાઇ મહિનો વરસાદનો મુખ્ય મહિનો ગણાય છે. પરંતુ 20 મીલીમીટર જેટલો પણ વરસાદ નહીં થાય એવી અમંગળ આગાહી કરવામાં આવી રહી છે. હવામાન ખાતાએ પણ ઓછા વરસાદની ભીતી દર્શાવી છે.

આ પરિસ્થિતિમાં કૃષિ ખાતાએ ખેડૂતો માટે કેટલીક માર્ગદર્શીકાઓ બહાર પાડી છે. એ મુજબ જમીનનો ભેજ ટકાવી રાખવા માટે આંતરખેડની કિશાનોને સુચના આપવામાં આવી છે. એ જ પ્રકાર ડાંગરના વાવેતરને બચાવવા માટે થેરરોપણી ટાળવાની પણ ખેડૂતોને તાકિદ કરવામાં આવી છે. જો આગામી થોડા દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ ન થાય તો અને સિચાયનું પાણી પુરતુ નહીં મલે તો વાવેતર બિલકુલ નિષ્ફળ જવાનો ખતરો ઉભો થવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here