રાજકોટમાં વેક્સિનના અપૂરતા જથ્થાના કારણે લોકોને હાલાકી વધી

રાજકોટમાં વેક્સિનના અપૂરતા જથ્થાના કારણે લોકોને હાલાકી વધી
રાજકોટમાં વેક્સિનના અપૂરતા જથ્થાના કારણે લોકોને હાલાકી વધી

સેન્ટર પર ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

એક તરફ સરકાર સર્વે નાગરિકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે તો બીજી તરફ તેનો સપ્લાય જ ના હોવાથી લોકોને રસી માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. રાજકોટ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિન લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી.

Subscribe Saurashtra Kranti here

અપૂરતા વેક્સિનના જથ્થાના કારણે કેટલાક સેન્ટર પર લોકોને વેક્સિન મળી નથી રહી. શહેરના અનેક સેન્ટર પર અપૂરતી વેકસીનના કારણે લાભાર્થીઓની ભીડ થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

રાજ્ય સરકારે ફાસ્ટ વેકસીનેશન કરવા માટે પૂરતું જોર લગાવ્યું છે પણ વેકસીનનો અપૂરતો જથ્થો લોકોના હાલાકીનું કારણ બની રહ્યું છે જેને કારણે ધરમ ના ધક્કા થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ અંગે વેકસીન લેવા આવેલા કમલેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, વેકસીન માટેનો સમય ભલે 9 વાગ્યાનો હોય પણ વહેલી સવારે 5 વાગ્યે આવે ત્યારે માંડ ટોકન હાથમાં આવે છે.

Read About Weather here

ઘણા લોકો એક સપ્તાહથી દરરોજ આવે છે છતાં વેકસીન મળતી નથી તેથી કર્ફ્યૂના સમય પહેલા એટલે કે 5 વાગ્યાથી લાઈનમાં બેસવું પડે છે. સ્ટોક પણ અપૂરતો આવતો હોવાથી મોટી સખ્યામાં લોકોની સેન્ટર પર ભીડ ભેગી થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here