રાજકોટના છ શખ્સોએ સોની વેપારીને માર્યું લાખોનું બુચ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

બે મહિલા સહિત છ શખ્સોએ રૂ. ૯૫ લાખના સોનાના દાગીના બનાવડાવી બાકીની રકમ નહીં આપી ધમકી આપી: ૧૦ લાખ આપી બાકીની રકમ નહીં આપતા સોની વેપારીએ નોંધાવી ફરિયાદ

શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામમાં શો-રૂમ ધરાવતા સોની વેપારી પાસે રાજકોટનાં છ શખ્સોએ રૂ.૯૫ લાખના સોનાના દાગીના બનાવી રૂ.૧૦ લાખ રોકડા આપી બાકીની રકમ નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સોની વેપારીએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ભંડારીયા ગામનો રહેવાસી અને હાલ ત્રંબા ગામે રહેતો અને સોનાની દુકાન ચલાવતો દુષ્યંતભાઈ અરવિંદભાઈ કાગદડા (ઉ.વ.૩૧) નામના સોની વેપારીએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જેમાં સામાવાળા શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ, ધનરાજસિંહ, કૃષ્ણસિંહ, હીરેન્દ્રસિંહ કૃષ્ણસિંહ રાયજાદા સહિત છ શખ્સોનાં નામ આપ્યા છે.

Read About Weather here

સોની વેપારીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એવી રીતે કે ઉપરોક્ત શખ્સોએ આઠ મહિના પહેલા તેને દુકાને આવી રૂ. ૯૫.૪૭ લાખના સોનાના અલગ-અલગ દાગીના બનાવડાવી રોકડા રૂ. ૧૦ લાખ આપી બાદમાં બાકીનાં રૂપિયા ૮૫.૪૭ લાખ નહીં આપી છેતરપીંડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સોની વેપારીએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ જી.એન.વાઘેલાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here