રાજકોટ કલેકટર કચેરીમાં સ્ટાફની બદલીની તૈયારી

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પુરવઠા શાખામાં મોટા ફેરફારો થયા તેવી શકયતા

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફની બદલી કરવામાં આવી નથી. તત્કાલીન કલેકટર રેમ્યા મોહનના સમયકાળ દરમ્યાન કોરોનાની એન્ટ્રી થતા જ મોટા ભાગનો સ્ટાફ કોવિડની કામગીરીમાં રોકાયેલ હતો. કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ લોકોમાં અને ફરજ બજાવતા સ્ટાફમાં હાશકારો થયો છે.

Subscribe Saurashtra Kranti here

તત્કાલીન કલેકટર રેમ્યા મોહનની ગાંધીનગર ખાતે બદલી થતા છેલ્લા કેટલાક સમયથી એક જ ટેબલ પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી રોકાય ગઇ હતી તેવું જાણવા મળ્યું છે. નવનિયુકત કલેકટર અરૂણ મહેશ બાબુ એ એઇમ્સ, હિરાસર એરપોર્ટ સહિતના પ્રોજેકટની કામગીરી સમયસર પુર્ણ કરવા અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં રાજકોટ કલેકટર સ્ટાફની બદલીની તૈયાર થયેલી ફાઇલ મંજુર કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Read About Weather here

નવા કલેક્ટર જ્યાં સુધી તેઓ અહીંનો માહોલ અને સિસ્ટમ સમજી ના લે ત્યાં સુધી સ્ટાફની બદલીની સંભાવનાઓ જણાતી નથી, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં કેટલાક કર્મચારીઓ બદલીની રાહ જોઈને બેઠા છે. અનેક કર્મચારીને એક જગ્યા પર ત્રણ વર્ષ કરતાં પણ વધારે વર્ષ થઈ ગયા છે. જે તે સમયે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના સમયમાં સ્ટાફની બદલીની ફાઇલ તૈયાર થઈ હતી અને સ્ટાફની બદલીઓ થવાની તૈયારી હતી. જો કે એ દરમિયાન ખુદ કલેક્ટરની જ બદલી થઈ જતાં, સ્ટાફની બદલીઓ અટકી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here