કોવિશિલ્ડ આવી તો કોવેક્સિન ખલ્લાસ ?

કોવિશિલ્ડ આવી તો કોવેક્સિન ખલ્લાસ ?
કોવિશિલ્ડ આવી તો કોવેક્સિન ખલ્લાસ ?

રાજકોટમાં વેક્સિનેશનમાં એક સાંધે ત્યાં તેર તુટે જેવી પરિસ્થત્તિ

તંત્રને પણ ઓછી ઉપાધી થોડી છે…

રાજકોટ જિલ્લામા 125 કેન્દ્ર પરથી રસીકરણ થતું પણ આજે 55 સેશન સાઈટ ઉપર કાપ મૂકી દેવાયો

રાજકોટમાં લોકો જાગૃત બનતા જ મનપાની અણઆવડતને કારણે વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. હાલ કોવિશિલ્ડના ડોઝ ફાળવવામાં આવ્યા છે તો કોવેક્સિનનો જથ્થો ખલ્લાસ થઈ રહ્યો છે. કોવેક્સિન માટે માત્ર બે જ સાઈટ પર વેક્સિનેશન થઈ રહ્યું છે. જ્યારે કોવિશિલ્ડ માટે 23 કેન્દ્ર પર વેક્સિનેશન થઈ રહ્યું છે. શહેરીજનો કહી રહ્યા છે કે ધક્કામુકીમાં સૌથી વધુ સિનીયર સિટીઝનો જ હેરાન થાય છે. મેનેજમેન્ટના અભાવને કારણે લોકો ટેબલ પર ટોળે વળીને ઉભા રહે છે અને પૂછે કે મારો વારો કેટલામો પણ કોઇ જવાબ મળતો નથી. ધક્કામુકીમાં સિનિયર સિટીઝનો હેરાન થાય છે. ટેબલ-ખુરશીની વ્યવસ્થા નથી એટલે આટા મારવા પડે છે. અને લોકમુખે અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

Subscribe Saurashtra Kranti here

ગુરુવારે શહેર માટે કોવિશિલ્ડના 7400 ડોઝ ફાળવવામાં આવ્યા છે જે આજે 23 કેન્દ્ર પર આપવામાં આવી રહ્યા છે. 7400માંથી 60 ટકા બીજા ડોઝ માટે જ્યારે 40 ટકા પ્રથમ ડોઝ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ બંને જથ્થા માટે 50 ટકા રસી ઓનલાઈન સ્લોટ બુકિંગ માટે જ્યારે 50 ટકા સ્પોટ રજિસ્ટ્રેશન પર આપવામાં આવી રહ્યાં છે. ઓનલાઈન સ્લોટ બુકિંગ એક દિવસ અગાઉ ખૂલે છે અને ગુરુવાર સાંજે જ 3700 ડોઝ બુક થઇ ચૂક્યા છે અને બીજા 3700 સ્પોટ રજિસ્ટ્રેશન માટે છે. જે લોકોએ સ્લોટ બૂક કરાવ્યા છે તેમણે ફક્ત લાઈનમાં ઊભા રહેવાનું છે.

ગુરુવારના રસીકરણ માટે રાજકોટ મહાનગરપાલિકાને 6000 ડોઝ ફાળવાયા હતા. જોકે બાદમાં સવારે વધુ 2500 ડોઝ મોકલાતા 8500 થયા હતા. પણ અગાઉથી સ્લોટ બૂક થયા હોવાથી બપોરના સમયે ફરી સેશન સાઈટ બનાવવામાં સમય ગયો હતો. જેથી તમામ જથ્થાનો ઉપયોગ પૂરો ન થઈ શકતા 7703ને રસી અપાય હતી. જેમાં 18થી 44માં 3027 અને 45 પ્લસમાં 4676 હતા. રાજકોટ જિલ્લામા 125 કેન્દ્ર ઉપરથી રસીકરણ થતું હતું પણ શુક્રવાર માટે જિલ્લામાં 55 સેશન સાઈટ ઉપર કાપ મૂકી દેવાયો છે. રાજકોટ શહેરમા પણ 7400 ડોઝની ફાળવણી કરવામા આવતા મનપાએ પણ સેશન સાઈટ ઓછી જાહેર કરી છે.

Read About Weather here

ગુરૂવારે રાજકોટ જિલ્લામા 8820 અને સિટીમાં 7720 લોકોનું રસીકરણ કરાયું હતું. મનપાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે. જ્યાં ડોઝની વધુ જરૂર પડે છે તેવા નાનામવા, અમિન માર્ગ સિવિક સેન્ટર, મવડી, નંદનવન વગેરે કેન્દ્રો ઉપર અમે વધારાની સાઈટ ખોલી છે. જ્યાં ઓછી ભીડ થાય છે તેવા સેન્ટરોમા સાઈટો ઓછી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here