હોટલ પાર્કઇનમાં સગીરાને ગેરકાયદે રૂમ અપાવનાર દલાલની ધરપકડ

હોટલનાં રૂમમાં કુટણખાનું ચલાવતા અગાઉ પકડાયેલો દાસ નામના શખ્સે સગીરાને ગોંડલ ચોકડીથી રીક્ષામાં લાવી રૂમમાં રાખી હતી

સદર બજારમાં આવેલી હોટલ પાર્કઇનનાં રૂમમાં સગીરાને ગોંધી રાખવા અને સંતોષ નામના શખ્સે દુષ્કર્મ કર્યાનાં બનાવમાં હોટલનાં રૂમમાં સગીરાને ગેરકાયદે રાખનાર દલાલની પોલીસે ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ સદર બજારમાં આવેલી હોટલ પાર્કઇનમાં મુંબઈની એન.જી.ઓ અને પોલીસે દરોડો પડતા હોટલનાં રૂમમાંથી ચાલતું કુટણખાનું ઝડપાયા બાદ અન્ય રૂમમાંથી ગોંધી રખાયેલી સગીરાને પોલીસે છોડાવી હતી. હોટલમાં કુટણખાનું ચલાવતી જયશ્રી નામની મહિલા અને પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુ કક્કડ (રહે. રામનાથ જયંત કે.જી સોસાયટી ગોંડલ રોડ) નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

બાદમાં સગીરાની પૂછપરછ કરતા મૂળ યુપીનો વતની અને હાલ ગોંડલ ચોકડી પાસે રહેતો સંતોષ હરસીંગ  કુશવાર નામના શખ્સે તેના પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મંથકનાં પી.આઈ એસ.આર.પટેલ, પી.એસ.આઈ કે.જી.જલવાણી સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી સંતોષ કુશવારની ધરપકડ કરી હતી.

Read About Weather here

સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સંતોષની પોલીસ આકરી પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે અગાઉ હોટલમાં કુટણખાનું ચલાવવાનાં ગુનામાં પકડાયેલો પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુ કક્કડ નામના શખ્સે તેને મદદગારી કરી સગીરાને ગોંડલ ચોકડીથી રીક્ષામાં લાવી હોટલ પાર્કઇનનાં રૂમમાં ગેરકાયદે પ્રવેશ અપાવી દાસ સગીરાને હોટલમાં તમામ મદદ કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે પ્રભુદાસ ઉર્ફે દાસની જામનગર ખાતેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here