રાજકોટમાં ગૌપ્રેમીઓએ લોહીથી આવેદન પત્ર લખીને પાઠવ્યું

રાજકોટમાં ગૌપ્રેમીઓએ લોહીથી આવેદન પત્ર લખીને પાઠવ્યું
રાજકોટમાં ગૌપ્રેમીઓએ લોહીથી આવેદન પત્ર લખીને પાઠવ્યું

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, રાજકોટ કલેકટરને આવેદન પાઠવ્યું

170 દિવસથી દિલ્હીમાં ધરણામાં બેઠેલા અર્જુન આંબલિયાના સમર્થનમાં આજે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ જોડાય

રાજકોટમાં ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એક ગૌપ્રમી કાનુ કુબાવતે પોતાના હાથમાં સિરીંઝ ભરાવી લોહી કાઢી આવેદનપત્ર પર લખ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગમાં શહેરની જુદી જુદી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ જોડાય હતી. 170 દિવસથી દિલ્હીમાં ધરણામાં બેઠેલા અર્જુન આંબલિયાના સમર્થનમાં આજે ધાર્મિક સંગઠનો પણ આવ્યા છે. ગુજરાતી પાસે ગુજરાતીઓ માંગ કરે છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરોના સુત્રોચ્ચાર કર્યા હતા.

Subscribe Saurashtra Kranti here

ગૌ પ્રેમી નિખિલ નિમાવતે જણાવ્યું હતું કે, અમે આજે સમગ્ર રાજકોટ શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારી એટલી જ માગ છે કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. જ્યારે નરેન્દ્ર મોદીનનું વચન છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરીશું. ગાય આપણી માતા છે અને 33 કરોડ દેવતાઓ તેમાં વાસ કરે છે. રાજકોટમાં ખુલ્લેઆમ કતલખાનામાં ગાય માતાને કાપવામાં આવી રહી છે. આથી અમારી માગણી છે કે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો. સમગ્ર ગુજરાતમાં ગૌહત્યા બંધ કરવામાં આવે તેવી અમારી માગણી છે.

Read About Weather here

કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ગૌપ્રેમીઓએ વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, હું મારા લોહીથી લખું કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો, 2014માં વચન આપેલું કે ગાયને રાષ્ટ્રીય માતા બનાવીશું તે પુરૂ ક્યારે થશે?, ગુજરાતી પાસે ગુજરાતી માગે છે ગાયને રાષ્ટ્રીય માતા બનાવો.અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here