ભાવનગરમાં કેક કાપવા બાબતે માથાકૂટ થતા મિત્રનાં હાથે મિત્રનું ખૂન

ભાવનગરમાં કેક કાપવા બાબતે માથાકૂટ થતા મિત્રનાં હાથે મિત્રનું ખૂન
ભાવનગરમાં કેક કાપવા બાબતે માથાકૂટ થતા મિત્રનાં હાથે મિત્રનું ખૂન

હસવામાંથી ખસવું થતા બર્થ-ડે બોયને તેના જ મિત્રએ છરીના 10 ઘા ઝીંક્યા : જન્મદિવસની પાર્ટીને અંતિમ પાર્ટી બનાવનાર હત્યારો ઝડપાયો

ભાવનગરમાં જન્મદિવસના દિવસે જ મિત્રની હત્યા કરનાર યુવાનને પોલીસે ઝડપી લીધો છે. જન્મદિવસની ઉજવણી દરમિયાન જ ઠઠા મશ્કરી કરવા બાબતે ઝઘડો થતા ગોપાલ રાઠોડને તેના મિત્ર વિશાલ ઉર્ફ લાંબા એ છરીના ૧૦થી વધુ ઘા ઝીંકી દઇ ક્રુર હત્યા થઇ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

Subscribe Saurashtra Kranti here

બનાવની વિગત એવી છે કે, શહેરના પ્રભુદાસ તળાવમાં રહેતા ગોપાલ ઉર્ફે ડોંગર જીતુભાઇ રાઠોડ (ઉ.24) નો ગઇકાલે જન્મદિવસ હોય તે તેનાં ચાર મિત્રો સાથે શહેરના સોનીબજાર મહેતાની ખડકીમાં આવેલ તેના બીજા મકાનમાં ભેગા થયા હતા અને કેક કાપવાની બાબતે તેના મિત્ર વિશાલ ઉર્ફે લાંબો વચ્ચે માથાકુટ થતાં અને ઉગ્રસ્વરૂપ ધારણ કરતા વિશાલે તેની પાસે રહેલી છરી વડે ગોપાલ ઉપર ઉપરાછાપરી ૧૦થી વધુના ઘા ઝીંકી દઇ નાસી છૂટયો હતો. લોહિયાળ હાલતે ગોપાલને હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ.

આ બનાવની જાણ થતાં જ સી-ડીવીઝનનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જન્મદિવસના દિવસે જ યુવાનની હત્યા થતાં પરિવારજનોમાં શોક સાથે આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે.

Read About Weather here

આ બનાવ અંગે મૃતક ગોપાલના બહેન રંજનબેન જીતુભાઇ રાઠોડે વિશાલ ઉર્ફે લાંબો મુળજીભાઇ ગોહિલ વિરૂધ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપી મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here