હાલમાં ચાલતા વિકાસના કામો ઝડપી પૂર્ણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીનો એક્શનપ્લાન

હાલમાં ચાલતા વિકાસના કામો ઝડપી પૂર્ણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીનો એક્શનપ્લાન
હાલમાં ચાલતા વિકાસના કામો ઝડપી પૂર્ણ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીનો એક્શનપ્લાન
પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી અમદાવાદમાં છે અને આ દરમ્યાન તેમનું પૂર્ણ ધ્યાન રાજ્ય સરકારની ગતિવિધિ પર રહ્યું છે. મંગળવારે તેમણે અમદાવાદના સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં સિનિયર અધિકારીઓની સાથે બેઠક કરી સરકારની તમામ બાબતોની સમીક્ષા કરી હતી.

Subscribe Saurashtra Kranti here

આગામી વિધાનસભાની ચૂંટણી માટે શાહે એક રસ્તો તૈયાર કર્યો છે પૂર્ણ અને હવે રાજ્ય સરકાર તથા પ્રદેશ સંગઠન એ મુજબ ચાલશે. સૂત્રોએ જણાવ્યું હતું કે અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલતાં વિકાસકાર્યો અંગે જાણકારી મેળવી એને તેને તેજ બનાવવા માટે તાકીદ કરી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી અને ભાજપ-અધ્યક્ષ બંને હાજર રહ્યા હતા. આ રીતે તેમણે સંકેત આપ્યો હતો કે સરકાર- સંગઠન બન્નેએ સાથે મળીને ગુજરાત માટે કામ કરવાનું છે.

કોરોનાની પીડા ભૂલીને લોકોનું ધ્યાન વિકાસ તરફ કેન્દ્રિત થાય એ માટે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ હતો. અમિત શાહે અધિકારીઓને તેમના વિભાગની યોજનાઓનો વ્યાપ વધારી મહત્તમ લોકોને એમાં આવરી લેવા જણાવ્યું છે. ઉપરાંત લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરીને એ અમલી બનાવવા શાહે અધિકારીઓને તાકીદ કરી છે.

Read About Weather here

આ પ્રકારનું આયોજન તાબડતોબ કરવામાં આવ્યું હોય એ શક્ય નથી. આ તમામ બેઠકો અને સમીક્ષાના પ્લાનની બ્લુ પ્રિન્ટ અમિત શાહ દિલ્હીથી જ લઈને આવ્યા હતા. ફરક માત્ર એટલો જ હતો કે આ પ્રકારની જાહેરાત અગાઉથી કરાઈ ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here