હલવાડમાં પતિએ મોબાઈલ નહિ આપતા પત્નીએ ઝેર પીધુ

10 લાખની ખંડણી માટે ગોળી મારી પ્રૌઢની હત્યા
10 લાખની ખંડણી માટે ગોળી મારી પ્રૌઢની હત્યા

ઝેરી અસર થતા પત્ની હોસ્પિટલ બિછાને

મોબાઇલની મોકાણમાં અનેક પરિવારોના માળા પિંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં હળવદના જુના દેવળીયા ગામે પતિએ મોબાઈલ નહિ આપતા પત્ની માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. નવોઢાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ  હળવદના જુના દેવળીયા ગામે રહેતા નટુભાઈ દીનેશભાઈની વાડીએ મજૂરી કામ અર્થે પરિવાર સાથે આવેલી મનીષાબેન દેવરાજભાઈ નાયકા નામની 20 વર્ષની પરિણીતાએ સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. તેણીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Read About Weather here

આ અંગે પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર મનીષાબેન નાયકાના  પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા છે અને છેલ્લા એકાદ માસથી પરિવાર સાથે અહીં મજૂરી કામ માટે આવી છે. પતિ દેવરાજ પાસે મોબાઈલ માંગ્યો હતો. પરંતુ પતિએ મોબાઈલ નહિ આપતા તેણીને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here