500 કરોડનાં પ્રોજેક્ટમાં આડખીલી રૂપ ગૌતમ પાર્ક સુચિત સોસા.ને હટાવવાનું કારસ્તાન ?

500 કરોડનાં પ્રોજેક્ટમાં આડખીલી રૂપ ગૌતમ પાર્ક સુચિત સોસા.ને હટાવવાનું કારસ્તાન ?
500 કરોડનાં પ્રોજેક્ટમાં આડખીલી રૂપ ગૌતમ પાર્ક સુચિત સોસા.ને હટાવવાનું કારસ્તાન ?

ડો.બાબા સાહેબની પ્રતિમા હટાવવા બિલ્ડરે આવારા તત્વોને અને પોલીસમાં ટોપ ટુ બોટમ લાખો રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ

મવડી હેડ ક્વાર્ટર સામે આવેલી ગૌતમ પાર્ક સુચિત સોસાયટીમાં પોલીસની હાજરીમાં વહેલી સવારે કેટલાક ટીખળી તત્વોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવી દુર કરતા ભારે વિવાદ ફાટી નીકળતા પોલીસમાં ઉચ્ચ કક્ષાએ અનુ.જાતિનાં લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે મવડી હેડ ક્વાર્ટરની આસપાસનાં વિસ્તારમાં બિલ્ડરનાં 500 કરોડનાં પ્રોજેક્ટ ચાલે છે.

આ પ્રોજેક્ટમાં આડમિલી રૂપ આ ગૌતમ પાર્ક સુચિત સોસાયટી હટાવવામાં આવે તેમજ બિલ્ડરનો રૂ. 500 કરોડનો પ્રોજેક્ટ સફળ થાય તેના માટે સમગ્ર કારસ્તાન ચાલતું હોવાનો આક્ષેપ લતાવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.લતાવાસીઓ ગૌતમ પાર્ક સુચિત સોસાયટીનાં રહીશો માં વયવૃધ્ધ લોકો કે જેઓ અંદાજે 40 વર્ષથી આ સ્થળે રહી પોતાનું ગુજરાન ચલાવે છે અને પરિવાર સાથે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તેઓએ જણાવ્યું હતું કે મવડીનાં બચુ ભુડા પટેલ નામના વ્યક્તિની અ ચાર એકર જગ્યા છે.

Subscribe Saurashtra Kranti here

વર્ષો પહેલા મવડીનાં બચુ ભુડા પટેલ દ્વારા ભાણજીભાઈ પરમાર નામના વ્યક્તિને સાટાખત કરી દીધેલ હોય ત્યાર બાદ અન્ય એક વ્યક્તિને સાટાખત કરી દીધું હોવાનું અને કોઈ ત્રિવેદી નામના વ્યક્તિને પણ આ જમીન વેચાણ કરી હોવાનું ત્યારબાદ બચુ ભુડા પટેલ દ્વારા આ સુચિત સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં અનુ.જાતિનાં લોકો રહેતા હોય જેથી આ સોસાયટીનું નામ ગૌતમ પાર્ક નામ કરણ કરવામાં આવ્યું હોવાનું જાણકારો કહીં રહ્યા છે.

ત્યારબાદ લતાવાસીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મવડી હેડ ક્વાર્ટરની આસપાસનાં વિસ્તારમાં જગદીશ પટેલ (શિવશક્તિ ડેરીવાળા) સહિતનાં બિલ્ડરોનાં અંદાજે 500 કરોડ થી પણ વધારે કિંમતનાં અલગ-અલગ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યા છે.

રૂ.500 કરોડનાં પ્રોજેક્ટ વચ્ચે આ ગૌતમ પાર્ક સુચિત સોસાયટી ખાડખીલી રૂપ બનતા બિલ્ડર દ્વારા આ સુચિત સોસાયટીનાં મકાન ખરીદવાનો હવાલો આ વિસ્તારમાં રહેતા કેટલાક તકવાદી લેભાગુ તત્વોને લાખોની રકમ આપી સોસાયટી ખાલી કરવાનો હોવાનું અને આ બિલ્ડર દ્વારા પોલીસમાં પણ ટોપ ટુ બોટમ સુધી લાખો રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Read About Weather here

સોસાયટીમાં ગઈકાલે રાત્રીનાં કેટલાક શખ્સોની શંકાસ્પદ હલનચલનનાં કારણે સોસાયટીનાં કેટલાક યુવાનો બાબા સાહેબની પ્રતિમા પાસે ભેગા થયા હતા. ત્યારે બાબા સાહેબની પ્રતિમા હટાવવાનું પૂર્વ આયોજિત કાવતરું બિલ્ડરનાં મળતીયા અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોય તેમ મોડી રાત્રીનાં કર્ફ્યુંનો ભંગ કર્યો હોવાનું પોલીસે બહાનું આગળ કરી બાબા સાહેબની પ્રતિમાનું રખોયું કરતા 12 જેટલા યુવાનોની પોલીસે ધરપકડ કરી બીજા દિવસે સવારે 10 વાગ્યે છોડવામાં આવ્યા હતા.

તે પહેલા જ વહેલી સવારે 3 વાગ્યે બિલ્ડરનાં કેટલાક મડતીયાઓએ પોલીસની હાજરીમાં બાબા સાહેબની પ્રતિમા હટાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાબા સાહેબની પ્રતિમા હટાવવા તથા આ ગૌતમ પાર્ક સુચિત સોસાયટી ખાલી કરવા પાછળ બિલ્ડરનાં 500 કરોડનાં પ્રોજેક્ટ અટક્યા હોવાથી તમામ વિવાદ સર્જવામાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here