રાજભા તમને ભાજપે કાઢી મુક્યા હતા

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષ નેતાની નિમણુકમાં ભાજપે ખેલ પાડી દીધો: રાજભા ઝાલા

ભાજપના ઈશારે જ કોંગ્રેસે નબળા વિપક્ષી નેતાની નિમણૂંક કરી : આંતરિક ઝઘડાથી કોંગ્રેસ નબળી પડી : રાજભા

‘આપ’નાં પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા કોંગ્રેસનો વળતો જવાબ

રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના

પતિ પ્રવિણભાઈ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો બુધવારે વાયરલ થતા શહેર કોંગ્રેસમાં આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો હતો અને પ્રદેશ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. નઆપથ પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી તેમાં જણાવ્યું છે કે, રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષ નેતાની નિમણુકમાં ભાજપે ખેલ પાડી દિધો સહિતના આકરા પ્રહારો કરતા શહેર કોંગ્રેસનાં આગેવાનોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રાજભા તમને ભાજપે કાઢી મુક્યા હતા. પોસ્ટ મુકવા માટે કેટલી દલાલી લીધી હતી ?

એવા-એવા વળતા આકરા પ્રહારો કોંગ્રેસે પણ કર્યા હતા. ‘આપ’નાં પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી તેમાં જણાવ્યું હતું કે રાજકોટ કોર્પોરેશનના વિપક્ષ નેતા ની નિમણુકમાં ભાજપે ખેલ પાડી દીધો હેડિંગ વાંચતા દરેડ ના મનમાં એવો વિચાર આવે વિપક્ષ ના નેતા ની નિમણુક માં ભાજપ નો શું રોલ પણ સમજવાની જરૂર તે જ છે.કે આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ અનેક વખત કહી ચૂક્યાં છે કે ભાજપ અને કોંગ્રેસ ને ફિક ફિકિસંગ છે.તે વાત ને સમર્થન આપતી ઘટના રાજકોટ મા બની તેની વિગતે વાત કરૂ તો .

Subscribe Saurashtra Kranti here

ઘટના એવી બની છે રાજકોટ કોર્પોરેશન ના વિપક્ષ ના નેતા ની નિમણુક કરવામાં આવી જે વ્યક્તી ની નિમણુક કરવા મા આવી તેને તે જવાબદારી માટે પાર્ટી પાસે માંગ પણ નહોતી કરી તે વાત વિપક્ષ ના નેતા ના પતિ ની કોંગ્રેસ આગેવાન ઈન્દ્રનીલ ભાઈ ની સાથે ની વાત ની વાયરલ થયેલ ઓડિયો ક્લીપ માં સ્પષ્ટ થાય છે.તો પ્રદેશે કેમ વિપક્ષ ના નેતા તરીકે ભાનું બહેન સોરણી ની નિમણુક કરી.તે વાત સમજવાની એટલે જરૂર છે કે ભાજપ ના ઇશારે જ કોંગ્રેસ નબળા વિપક્ષી નેતા ની નિમણુક કરી.મારી શંકા દ્રઢ એટલે થાય છે . ભાજપે પ્રથમ તો કોંગ્રેસ ને વિપક્ષ નો દરજો આપવાનું સ્વીકાર્યું .

તે નિર્ણય પાછળ પણ ભાજપ ની ચાલ હોઈ અને ભાજપે વિપક્ષનો દરજો એટલે આપ્યો કાયદેસર કોંગ્રેસ વિપક્ષ તરીકે દાવો કરી શકે તેમ નથી છતાં ભાજપ ને તો એવું કોંગ્રેસ માટે શુ હેત ઉભરાનું કે સરમુખત્યાર વલણ દાખવતી ભાજપ રાજકોટ માં કોંગ્રેસ ને વિપક્ષ નો દરજો આપે . પણ તે નિર્ણય પર થીજ ભાજપ ની રમત સમજી શકાય છે કોંગ્રેસ ના વિપક્ષી નેતા નબળા પુરવાર થાય તેમાં પણ ભાજપ નું હીત સધાય અને કોંગ્રેસ માં આતંરિક ઝઘડા થાય તેમ પણ કોંગ્રેસ નબળી પડે.ભાજપે ને તો બને રીતે ફાયદો જ છે.પણ કમનસીબે કોંગ્રેસ નું નેતૃત્વ ભાજપ ની ચાલ મા આવી ને કોંગ્રેસ ને ખતમ કરવા નિમિત્ત બને છે.હવે લોકો એ વિચારી લેવા ની જરૂર છે .

જે ભાજપ બેફામ રીતે મનઘડત નિર્ણયો લે છે.તેં માં આડકતરી રીતે વિપક્ષ પણ ભાગીદાર છે.

ઇન્દ્રનીલ ભાઈ જેવા પક્ષ ની ચિંતા કરતા આગેવાનો ને સાઇડ ટ્રેક કરી ને કોંગ્રેસ ને નેતૃત્વ ભાજપ ના ઈશારે નિમણુક ડરી રહ્યું હોઈ ત્યારે નાગરિકોએ વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ને સ્વીકારવી જોઈ એ.સુરત મા આપ વિપક્ષ માં જે કામગીરી કરી રહી છે તે સમગ્ર ગુજરાત જાણે છે કે શાસક પક્ષ ને પણ પ્રજા હીત ના નિર્ણય કરવા મજબૂર કર્યા છે.તે ત્યારે શકય બન્યું છે આપ નું પ્રદેશ થી લય ને સ્થાનિક નેતૃત્વ ઈમાનદાર છે.તે સેટિંગ ના ડરે અને કોંગ્રેસ ના કાર્યકર્તા મહેનત કરે પણ ઉપરના નેતા ઓ ને ભાજપ સાથે નું સેટિંગ હવે ખૂલું પડતું જાય છે.

આ આર્ટિકલ ના માધ્યમથી મારે નાગરિકોને અવગત કરવા છે કે ભાજપે કોંગ્રેસ ની મિલી ભગત થી રાજય ને બચાવવા આપ ને સ્વીકારો અને ભ્રષ્ટ શાશન ઉપર અંકુશ લાવો મિત્રો મારી આ પોસ્ટ ને વ્યાપક વાયરલ કરી ને નાગરિકો ને જાગૃત કરો અને ભાજપ કોંગ્રેસ ની મીલીભગત ને સમજવાનો પ્રયાસ કરો તેવી અપીલ

Read About Weather here


કોંગ્રેસની ચિંતા કરવા માટે નેતાઓ છે, પોસ્ટ મુકવા માટે કેટલી દલાલી લીધી ?: કોંગ્રેસ

રાજભા ઝાલા તમે તમારી પાર્ટીનું ધ્યાન રાખો કોંગ્રેસની ચિંતા તમારે કરવાની જરૂર નથી તમને તમારા ભાજપ પક્ષે ચાલુ કોર્પોરેટરમાંથી કાઢી મુકયા હતા અને કોંગ્રેસના આગેવાનનો ખંભો પકડી કોંગ્રેસને તોડવાના પ્રયત્ન કર્યા હતા, અને તમે જે નેતાની દલાલી કરવા ભાજપની બી ટીમ થઇ કોંગ્રેસ પર આક્ષેપો કરો છો. તમે જે નેતાની દલાલી કરો છો તેને અને તમે જ રાજકોટમાં આમઆદમી પાર્ટી ભાજપની બી તરીકે ઉભી કરી છે, તમે હાલની કોર્પોરેશનની ચુંટણીમાં તમે પોતે જીત્યા નથી !

તમારી ડીપોઝીટ બચીતી કે નહી ?? તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણીમાં આપ પાર્ટી ની એક પણ સીટ જીત્યા નથી , ભાજપે તમને કોર્પોરેટર બનાવ્યા તેમના પણ તમે થયા નહીં તમારી પાર્ટી ના સંગઠન ની ચિંતા કરો હમણા થોડા દિવસ પેહલા ઘણા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા તમારી અને તમારી પાર્ટી ની ચિંતા કરો , કોંગ્રેસ ની ચિંતા કરોમા કોંગ્રેસ ની ચિંતા કરવા માટે કોંગ્રેસ ના નેતાઓ છે આ પોસ્ટ મુકવા માટે કેટલી દલાલી લિધી ?

તેમ પ્રવિણભાઈ રાઠોડ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ વિપક્ષ નેતા, કેયુર મસરાણી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ વિપક્ષ નેતા, પ્રવિણભાઈ સોરાણી , રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ કોર્પોરેટર, જયપાલસિંહ રાઠોડ , રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ નરેશ સાગઠીયા,રાજકોટ શહેર એસ.સી. ડિપાર્ટમેન્ટ પ્રમુખ , ભાર્ગવ પઢીયાર ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડિયા કોં – ઓર્ડીનેટર , આશિષસિંહ વાઢેર ,રાજકોટ શહેર કોંગ્રેસ ફરિયાદ સેલ પ્રમુખ , ભાવેશ ખાચરીયા, રાજકોટ શહેર કોંગ્રેસ વિચાર – વિભાગ પ્રમુખ મૌલેશ મક્વાણા, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી પાર્થ બગડા, એનએસયુઆઇ જિલ્લા મહામંત્રી , રોહિત રાજપૂત , એનએસયુઆઇ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ , રણજીત મુંધવા, રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ મનોજ ગેડીયા એ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here