જેલમાંથી પેરોલ જંપ કરનાર પાકા કામનો કેદી જેતપુરમાંથી ઝડપાયો
ધોરાજીમાં રૂરલ એલ.સી.બી ની ટીમે નશાકારક પ્રવાહી સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી રૂ.૩૧૨૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ રૂરલ એસ.ઓ.જી ના પી.આઈ ના પી.આઈ એ.આર.ગોહિલની સુચનાથી પી.એસ.આઈ એચ.એમ.રાણા સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે ધોરાજીમાં વોકરાનાં કાંઠા આઝાદ સોડા નામની દુકાનની બાજુમાં રહેતો સફી સલીમ ઢીબ નામના શખ્સને જુદા-જુદા પ્રકારની નશાકારક પ્રવાહી સીરપ બોટલ નંગ ૨૫૮ કિંમત રૂ. ૩૧૨૬૦ સાથે દબોચી લઇ મુદ્દામાલ કબજે કર્યો છે.
જયારે અન્ય એક બનાવમાં રૂરલ એલ.સી.બી ની ટીમે જેતપુરનાં નવગઢમાં બળદેવધાર વિસ્તારમાંથી વિજય બાબુ મકવાણા નામના શખ્સને દબોચી લીધો હતો.
Read About Weather here
ઝડપાયેલા વિજય રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે રહેતો હોય. પેરોલની રકમ મળ્યા બાદ પેરોલ જંપ કરી નાસી જતા પોલીસે ધરપકડ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here