વાયુ સેનાનું મીગ વિમાન તુટી પડયું, પાઇલોટ શહિદ

ગુરૂવારે રાત્રે દુર્ઘટના, વાયુ સેના દ્વારા તપાસનો પ્રારંભ

ચાલુ વર્ષમાં મીગ-21 યુધ્ધ વિમાનને સાંકળતી ત્રીજી દુર્ઘટના

મીગ વિમાન ક્રેશ થતા પાઇલોટ અભીનવ ચૌધરીનું મૃત્યુ

ભારતીય હવાઇ દળનું વધુ એક મીગ વીમાન દુર્ઘટનાનું શિકાર થયું છે. ગુરૂવારે મોડી રાત્રે પંજાબના મોગા જીલ્લામાં ભારતીય વાયુ સેનાનું એક મીગ-21 યુધ્ધ વિમાન એક ગામડા પાસે તુટી પડયું હતું. જેના કારણે પાઇલોટ સ્કો. લીડર અભીનવ ચૌધરી શહીદ થઇ ગયા હતા. વાયુ સેનાએ તાત્કાલીક તપાસનો આદેશ આપ્યો છે અને પાઇલોટના પરીવારજનોને ધેરી સંવેદના પાઠવી છે. ઘટનાની તપાસનો આદેશ અપાયો છે.

Subscribe Saurashtra Kranti here

ચાલુ વર્ષે વાયુ સેનાનું આ ત્રીજુ મીગ વીમાન રૂટીન કવાયત દરમ્યાન તુટી પડયાની ઘટના બની છે. ગયા માર્ચમાં મીગ વીમાન તુટી પડવાથી કેપ્ટન એ.ગુપ્તા શહિદ થઇ ગયા હતા. તાલીમી ઉડયન દરમ્યાન એમનું યુધ્ધ વીમાન અચાનક તુટી પડયું હતું. એ પહેલા જાન્યુઆરીમાં રાજસ્થાનમાં આવી એક હોનારત બની હતી.

Read About Weather here

રશિયા પાસેથી મેળવવામાં આવેલુ મીગ યુધ્ધ વીમાન પ્રતિ કલાક 2230 કિલો મીટરની ઝડપે ઉડી શકે છે. જે ચાર મીસાઇલ અને એક ટોપ સાથે ઉડવાની ક્ષમતા ધરાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here