140 તબીબોની હડતાલ અને સુત્રોચ્ચાર !

તબીબોની હડતાલ
તબીબોની હડતાલ

સરકારે સ્વીકારેલી 10 માંગણીઓ લેખીતમાં મળ્યા બાદ જ તબીબોની હડતાળ સમેટવા ડોક્ટરોનો સૂર

બે અગ્રણી તબીબો ગાંધીનગર મિટીંગમાં પહોચ્યાં: માંગણી નહી સંતોષાય તો કોવીડ ઇએનટી વિભાગમાં અન્ય 40 ડોકટરો પણ ઓપીડીથી દુર રહી વિરોધ કરશે

વર્ષ 2012 ચાલતી રાજ્યભરના તબીબી શિક્ષકોની 10 પડતર માંગણીને લઇ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ગાંધીનગર ખાતે તબીબી શિક્ષકના હોદેદારો અને સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજકોટથી ૠખઝઅ રાજકોટ પ્રમુખ ડો. કમલ ડોડીયા અને સેક્રેટરી ડો. ઉમેદ પટેલને બોલાવવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાત્રે સરકારે પડતર 10 માગણી સ્વીકારી હોવાનું કહેવામાં આવ્યું પરંતુ તબીબી શિક્ષકોનો સૂર છે કે, જ્યાં સુધી માગણીની સ્વીકૃતિ લેખિતમાં મળશે તો જ હડતાળ પૂર્ણ કરવામાં આવશે. રાજકોટમાં 140થી વધુ તબીબી શિક્ષકોએ મેડિકલ કોલેજમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

વધુ વિગતો મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 1300થી વધુ તબિબી શિક્ષકો (પ્રોફેસર્સ)ની અનેક પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ આવ્યો ન હોઇ અને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં વાજબી અને ન્યાયિક પ્રશ્નોનો હલ થયો ન હોઇ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના 190 તબિબી પ્રોફેસરો કે જે કોવિડ-19માં નિરંતર ફરજ બજાવી રહ્યા છે તેઓ હડતાળના માર્ગે ચડ્યા છે. રાજ્યભરના સરકારી તબિબી શિક્ષકો આજથી હડતાલ પર હોઇ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો પણ કોવિડ વિભાગના દર્દીઓની સેવામાં અસર ન થાય એ રીતે હડતાલ પર ઉતર્યા છે. આજે તબિબી શિક્ષકો નોન કોવિડ સેવા અને ઓપીડીમાં જોડાયા નથી.

Read About Weather here

અગાઉ વહિવટી તંત્રએ પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી. પણ આ વાતને અઠવાડીયુ થવા આવ્યું હોવા છતાં ઉકેલ આવ્યો ન હોઇ હવે રાજ્યની તમામ સરકારી તબિબી ડેન્ટલ કોલેજના તબિબી શિક્ષકોએ ગઇકાલથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યાહતાં. તેમજ આજે 13મીએ નોન-કોવિડ સેવાથી આ તબિબી શિક્ષકો અળગા રહ્યા છે અને ઓપીડી સેવામાં પણ જોડાયા નથી. પ્રશ્ન નહિ ઉકેલાય તો આવતીકાલ 14મીએ કોવિડ-નોનકોવિડ બંને સેવાથી તેઓ અલિપ્ત રહેશે. તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજકોટ પીડીયુ મેકિડલ કોલેજના તબિબી શિક્ષકો વતી ડો. કમલ ડોડીયા, ડો. મુકેશ પટેલ, ડો. ઉમેદ પટેલે ડીન ડો. મુકેશ સામાણીને ગઇકાલે આ મામલે આવેદન પાઠવી આ અંગેની જાણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here