ગામડાઓને કોરોના મુક્ત કરવા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢતા: જી.પ.પ્રમુખ

ગામડાઓને કોરોના મુક્ત કરવા
ગામડાઓને કોરોના મુક્ત કરવા

કોરોનાને પ્રસરતો રોકવા ગ્રામજનોને રસી મુકાવવા અપીલ કરતા બોદર

મુખ્યમંત્રીનાં મારું ગામ કોરોના મુક્ત ગામે સંકલ્પને સાથે કરવા જિ.પ.પ્રમુખ કટીબધ્ધ

પાંચ ગામ સંપૂર્ણ સેનીટાઈઝ કરવામાં આવ્યા: બેડલા આરોગ્ય કેન્દ્ર અને કોવિડ કેર સેન્ટરની મુલાકાત

રાજ્યનાં મુખ્યમંત્રી મારું ગામ કોરોના મુક્ત ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ન પ્રસરે તે માટે આપેલા નિર્દેશોને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભુપતભાઈ બોદરે પંચાયતનાં સભ્યો અને આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ગામડાઓને કોરોના મુક્ત કરવા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે અને તેમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ સતત પ્રયાસો કરી રહી છે. આ આયોજનના જ ભાગરૂપે પ્રમુખે એક જ દિવસમાં પાંચ જુદા જુદા ગામોનો પ્રવાસ કર્યો હતો અને તમામ ગામોને સંપૂર્ણપણે સેનેટાઈઝ કરાવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

જેમાં બેડલા ગામ ખાતે ભુપતભાઈ બોદરે બેડલા ગામની મુલાકાત લીધી હતી અને આરોગ્ય કેન્દ્ર તેમજ કોવિડ કેર સેન્ટરમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગામને કોરોના સંક્રમણથી અટકાવવા ગામને સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ડો.દિપાબેન બોરીચાને હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવા પરામર્શ તેમજ સૂચના આપી હતી. આ પ્રસંગે ગ્રામજનોને રસી મુકાવવા માટે ભુપતભાઇ બોદર દ્વારા ભાવભરી આપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બેડલા ગામના સરપંચ કિશોરભાઈ બોદર ઉપરાંત હિસાબી અધિકારી ભૂવા, વિકાસ અધિકારી પી.સી પરમાર, વિસ્તરણ અધિકારી કે. બી. જાડેજા વગેરે હાજર રહ્યા હતા.

 તેમજ ફાડદંગ ગામ ખાતે ભુપતભાઈ બોદર અને તેમની ટીમે ફાડદંગ ગામની મુલાકાત લીધી હતી અને ગામને સંપૂર્ણપણે સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોને રસી મુકાવવા માટે ભાવભરી આપીલ કરવામાં આવી હતી. તેમજ રફાળા ગામમાં પણ સંપૂર્ણ સેનેટાઈઝેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ભુપતભાઈ બોદર દ્વારા ગ્રામજનોને રસી મુકાવવા માટે ભાવભરી આપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોલીડા ગામ ખાતે તેમજ હડમતીયા ગામ ખાતે ભુપતભાઈ અને તેમની ટીમે મુલાકાત લીધી હતી અને આખા ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને રસી મુકાવવા માટે ભાવભરી આપીલ કરવામાં આવી હતી.

Read About Weather here

તેમજ પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા સંસદ સભ્ય તરીકેની તેમની ગ્રાન્ટમાંથી તેમના મત વિસ્તાર હેઠળની ગોંડલ, જેતપુર, ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકાને ઓક્સિજન તેમજ બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા સાથેની એબ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ ગોંડલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને જિલ્લાના અન્ય આગેવાનો સાથે ગોંડલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here