ચંપકનગરમાં રૂ.85.46 લાખની લૂંટ પ્રકરણમાં વધુ બે શખ્સોની ધરપકડ

ચંપકનગરમાં રૂ.85.46 લાખની લૂંટ
ચંપકનગરમાં રૂ.85.46 લાખની લૂંટ

ક્રાઈમ બ્રાંચની ટીમે આગ્રાનાં જગનેર ખાતેથી બંને લૂંટારૂઓને દબોચી લઇ રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પિસ્તોલ દેખાડી રૂ.85.46 લાખનાં સોના-ચાંદીનાં દાગીના લૂંટ કરી નાસી ગયા

શહેરનાં સામાકાંઠે આવેલા ચંપકનગરમાં પાણીના ઘોડા પાસે શિવ જવેલર્સમાં ધોળા દિવસે ચાર શખ્સો ઘુસી જઈ વેપારીને પિસ્તોલ બતાવી રૂ.18.46 લાખના સોના-ચાંદીનાં દાગીનાની લૂંટ કર્યાના બનાવ બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરુ કરી હરિયાણાથી ચાર લુટારાઓને દબોચી લઇ રૂ.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યા બાદ આ પ્રકરણમાં આગ્રાનાં જગનેર ખાતેથી વધુ બે શખ્સોને દબોચી લઇ રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ચંપકનગરમાં રહેતા મોહનભાઈ વિરામભાઈ ડોડીયા (ઉ.વ.52) નામના વેપારીએ ગઈ તા.26/4/21 ના બી.ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા ચાર શખ્સો તેના શિવ જવેલર્સમાં આવી ચાંદીની વીતી લેવાનું કહીં શો-રૂમમાં ઘુસી જઈ તેને પિસ્તોલ દેખાડી રૂ.85.46 લાખનાં સોના-ચાંદીનાં દાગીના લૂંટ કરી નાસી ગયાના બનાવમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ વી.કે.ગઢવી, બી.ડિવીઝનનાં પી.આઈ એમ.બી.ઔસુરા તથા બંને પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી બહારના રાજ્યમાં વેશ પલ્ટો કરી તપાસ હાથ ધરી હતી.

જેમાં અગાઉ ટીમને મોટી સફળતા મળતા હરિયાણાથી અવિનાશ ઉર્ફે ફોજી ઉતમસીગ સીકરવાર, શુભમ સોવર નસીગ કુતલ, સુરેન્દ્ર હમીરસીગ ભરતાઈ, બીકેશ કુમ્હેરસીગ પરમાર સહિત ચરત શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Read About Weather here

ત્યાર બાદ અન્ય મુદ્દામાલ સતીષ નામના શખ્સ પાસે હોવાની આરોપીએ કબૂલાત આપતા ક્રાઈમ બ્રાંચનાં પી.આઈ ગઢવીની સુચનાથી એક ટીમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તપાસ માટે રવાના થઇ હતી. ટીમના પી.એસ.આઈ પી.બી.તરાજીયા, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ, વિરમ ધગલ, પ્રતાપસિંહ, બી.ડિવીઝન ના સિરાજભાઈ સહિતના સ્ટાફે સથાનિક પોલીસની મદદ લઇ આગ્રાના જગનેર ખાતેથી સતીષ સોવરસીગ સીકરવાર તથા ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફ શરીફ કુરેશી સહિત બે શખ્સોને દબોચી લઇ કુલ રૂ.1304850 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here