વેક્સિનેશન માટે 1 કિ.મી.ની લાંબી લાઇન ?

વેક્સિનેશન
વેક્સિનેશન

રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને રોકવા માટે વધુ પ્રમાણમાં વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે

રાજ્યમાં કોરોનાનું વેક્સિનેશન પુરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે આજે અમદાવાદ શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં શરૂ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી ઉપરના લોકોને ડ્રાઇવ થ્રુ વેક્સિન આપવામાં આવશે. આજે વહેલી સવારથી જ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ગાડીઓની લાઈન લગાવી હતી. સરદાર પટેલ સ્ટેડિયમથી સરદાર પટેલ બાવલા સુધી ગાડીઓની એક કિલોમીટર લાંબી લાઈન લાગી છે. જોકે માત્ર ગાડીઓમાં આવનાર લોકોને જ વેક્સીનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ટુ વ્હીલર પર આવનાર લોકોને પરત મોકલવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.ત્યારે બાદ હવે ટુ વ્હીલર વાળાને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે. લોકોને લાઈનમાં અંદર જવા દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 100 જેટલા લોકોએ વેક્સિન લઈ લીધી છે

Subscribe Saurashtra Kranti here

હાલ રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને રોકવા માટે વધુ પ્રમાણ વેક્સીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા 6 સ્થળોએ ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે હવે શહેરમાં આજથી(8મે) ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનની શરૂઆત સવારના સાડા નવ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે કરવામાં આવી છે. જેનો સમય સવારના 9:30થી 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3થી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ હેલિપેડ ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થયું છે.

વાહનમાં આવનાર વ્યક્તિએ સ્ટેડિયમમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. માન્ય આધાર પુરાવા સાથે તેઓએ રજિસ્ટ્રેશન થયા બાદ તેમને ટોકન આપવામાં આવે છે. જે લઈ આગળ વેક્સિન કાઉન્ટર પર જઈ અને વેક્સિન લેવાની રહેશે. 3 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 3 વેક્સિનેશન કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ગાડીમાં બેઠા બેઠા જ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

Read About Weather here

આ પહેલા ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલના મેદાન ખાતે કચ્છના વહીવટીતંત્ર દ્વારા કોરોના રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા તેમજ વધુમાં વધુ લોકો રસી લેવા માટે આગળ આવે તે માટે કચ્છમાં પ્રથમ વખત ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here