મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો કાયદો રદ્ કરતી સુપ્રિમ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત

ગેરબંધારણીય ગણાવી જોગવાઇ ફગાવી દેતી બંધારણીય બેંચ, 50 ટકાથી વધુ અનામત ન અપાઇ, મરાઠા સમાજને સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત ગણી ન શકાય

મહારાષ્ટ્રમાં મરાઠાઓને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત જગ્યા આપવાની જોગવાઇ કરતો કાયદો ધડવામાં આવ્યો હતો

Subscribe Saurashtra Kranti here

મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામતના લાભ આપતો કાયદો ગેરબંધારણીય ગણાવી આજે સુપ્રિમ કોર્ટે રદ્બાતલ જાહેર કર્યો હતો. ખુબ જ દુરગામી અસરો ધરાવતા અને અસાધારણ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે મરાઠા અનામત કાયદાને ફગાવી દેવાતા સ્પષ્ટ કરાવ્યું હતું કે, મરાઠા સમાજને અનામત શ્રેણીમાં લાવવા જેટલો શૈક્ષણીક અને સામાજીક રીતે પછાત ગણાવી શકાય તેમ નથી. આ ચુકાદાથી મહારાષ્ટ્ર સરકારમાં ખળભળાટ મચી ગયો છે અને સરકારને જબરો આંચકો લાગ્યો છે. મરાઠાઓને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત જગ્યા આપવાની જોગવાઇ કરતો કાયદો ધડવામાં આવ્યો હતો. પરંતુ રાજય સરકારને પીછે હટ કરવી પડી છે.

Read About Weather here

જસ્ટીસ અશોક ભુષણ, જસ્ટીસ નાગેશ્ર્વર રાવ, અબ્દુલ નઝીર, હેંમત ગુપ્તા અને એસ.રવિન્દ્ર ભાટની પાંચ જજની બંધારણીય બેંચે મહારાષ્ટ્રનો મરાઠા અનામત કાયદો રદ્બાતલ જાહેર કર્યો હતો. બેંચે ઠરાવ્યું હતું કે, 50 ટકાથી વધુ અનામત આપવાની જોગવાઇ વાજબી ઠરાવવા માટેના કોઇ અસાધારણ સંજોગો ઉભા થયા નથી. મહારાષ્ટ્ર સરકારે 2018માં નવો કાયદો ઘડી મરાઠાઓને સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત જગ્યા રાખવાનો નિયમ કર્યો હતો. આ કાયદાને મુંબઇ હાઇકોર્ટે પણ માન્ય રાખ્યો હતો એ પછી કાયદાની વિરૂધ્ધમાં અરજદારો સુપ્રિમમાં ગયા અને એવી દલીલ કરી હતી કે, રાજયના આ નવા કાયદાથી અનામતો 50 ટકાની નિશ્ર્ચિત થયેલી અને સુપ્રિમે નક્કી કરેલી મર્યાદાથી વધી જાય છે. 1992ના એક ચુકાદામાં સુપ્રિમે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, અનામતો 50 ટકાથી વધુ આપી ન શકાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here