સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ છે કોરોના મુક્ત, અત્યાર સુધીમાં માત્ર એક જ કેસ નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ
સુરેન્દ્રનગર જિલ્લાનું આ ગામ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના સુલતાનપુર ગામ જ્યા હાલ એક પણ કોરોના કેસ નથી

રાજ્યમા કોરોના બીજી લહેર અનેક લોકોના જીવ લઇ ચુકી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક એવુ ગામ છે. જેમા કોરોનાકાળ શરૂ થયો ત્યારથી જ માત્ર એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અને તે પણ અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓની હોવાનુ જાણવા મળ્યુ છે.

Subscribe Saurashtra Kranti here

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના સુલતાનપુર ગામ જ્યા હાલ એક પણ કોરોના કેસ નથી. અહિના લોકોમાં શિક્ષણનો અભાવ ભલે હોય પરંતુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ ખુબ જ છે. સુલતાનપુર ગામ બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરૂ થાય છે અને હાલ અહિ સદંતર સ્વૈચ્છીક લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે. ગામના એક પણ સ્થાનિકોને કોરોના પોઝિટિવ નહિ હોવા છતા પણ સ્થાનિક તલાટી, સરપંચ, આચાર્ય સહિતનાઓની ટીમ દ્વારા દર ત્રણ દિવસે સેનેટાઇઝ કરી ગામમા કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. સાથે ગામની પ્રાથમિક શાળામા ઇમરજન્સી આઇશોલેસન વોડ પણ બનાવવામાં આવ્યો છે.

અહિ નાના બાળકોથી માંડીને વૃધ્ધ સુધીના કોઇપણ સ્થાનિક સરકારની તમામ ગાઇડ લાઇન્સનુ પાલન કરતા નજરે પડે છે. જેથી ધ્રાગધ્રા તાલુકાના સુલતાનપુર ગામે આજે એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા મળતો નથી અને આ ગામને કોરોના મુક્ત ગામ તરીકે પણ જાણીતુ કરવામા આવ્યુ છે.

Read About Weather here

સાથે આ ગામની આસપાસની કુલ વસ્તી ૪૦૦૦ની છે, પણ કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. ગામના લોકોની સતર્કતા ખુબ જ જોવા મળી રહી છે. સાથે ગામ આગેવાન દ્રારા વિદ્યાર્થીનીઓ દ્રારા એક નવતર પહેલ કરવામાં આવી રહૃાો છે.

જાગુતી અભિયાનમાં વિદ્યાર્થીઓનો ખુબ મહત્વનો ભાગ રહેલો છે. જ્યારે આ ગામનો મોટાભાગના લોકો અગરિયાઓ તરીકે ઓળખાય છે. જેઓ રણમાં મીઠાનું મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહૃાા છે, જ્યારે જાગુતી માટે ખૂબ પ્રશંસનીય કાર્ય કરી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here