વરાછામાં માત્ર છ જ દિવસમાં સાત આઇસોલેશન્ર સેન્ટર ઉભાં કરાયાં

છ જ દિવસમાં સાત આઇસોલેશન્ર સેન્ટર
છ જ દિવસમાં સાત આઇસોલેશન્ર સેન્ટર

અલગ અલગ સમાજના ડોક્ટરો જે તે હોસ્પિટલમાં દિવસ અને રાત નોકરી કરતાં જ હોય છે

બે દિવસમાં 20 લાખનું દાન, 1 હજાર લોકો દર્દીઓની સેવા માટે તૈયાર

હોસ્ટેલનું દાન પણ દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લઈશું સૌરાષ્ટ્ર પટેલ સમાજ

Subscribe Saurashtra Kranti here

સુરતીઓ ગમે તેવી આપદા આવી પડે તો તેનો હિંમતભેર સામનો કરવામાં ક્યારેય પાછળ પડયા નથી. કોરોના મહામારીમાં પણ સુરતીઓએ પોતાનો મિજાજ બતાવી દાનનો ધોધ વહેડાવી બે દિવસમાં દર્દીઓ માટે 20 લાખનું દાન કર્યું છે. આ સાથે 1 હજાર લોકો દર્દીઓની સેવા કરવા માટે તૈયાર છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજે તો ત્યાં સુધી કહ્યું કે, દર્દીઓની મદદ કરવા માટે રૂપિયાની જરૂર પડશે તો હોસ્ટેલ બનાવવા માટે આવલા દાનનો પણ ઉપયોગ કરીશું. હોસ્ટેલ મોડી બને તો ચાલે પણ જીવ બચવો જોઈએ.

વરાછાના અલગ અલગ વિસ્તારોમાં 6 દિવસમાં 7 આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં 15 દર્દીઓ આ સેન્ટરમાં સારવાર લઈને સાજા થયા છે. 7 આઈસોલેશન સેન્ટર મળીને કુલ 200 જેટલા દર્દીઓ દાખલ છે. જેમાં સૌથી વધારે મોટા વરાછા અને સુદામાં ચોકના આઈસોલેશન સેન્ટર ફૂલ થઈ ગયા છે. દરેદ દર્દીને 3 ટાઈમ જમવાનું અને 2 ટાઈમ નાસ્તો આપવામાં આવે છે.

દરેક દર્દી પાછળ રોજનો અંદાજે 500 રૂપિયા ખર્ચ થાય છે. અલગ અલગ સમાજના ડોક્ટરો જે તે હોસ્પિટલમાં દિવસ અને રાત નોકરી કરતાં જ હોય છે. તેઓ પોતાની ડ્યુટી પુરી કરીને અલગ અલગ આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની સારવાર કરવા માટે વિના મૂલ્યે આવી રહ્યા છે. દરેક આઈસોલેશન સેન્ટરમાં 10થી વધારે ડોક્ટરો વારા ફરતી સેવા કરવા માટે જાય છે. જેથી તબીબોનું યોગદાન મહત્વનું છે. કોરોનાથી ડર્યા વગર દર્દીઓની સેવા કરવા માટે હવે લોકો આગળ આવી રહ્યા છે.

દરેક સેન્ટર પર 50-50 લોકોની ટીમ વિના મૂલ્યે સેવા આપી રહી છે. આ ઉપરાંત આઈસોલેશન સેન્ટરમાંથી સારા થઈને ઘરે જઈ રહ્યા છે તેમના સબંધીઓ પણ સેવા કરવા માટે લાઈન લગાવી છે. હાલ 1 હજારથી વધારે વ્યક્તિઓ સેવા કરવા માટે લાઈનમાં છે. દરેક આઈસોલેશન સેન્ટરમાં 30-30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દરેક બેડમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલી રકમમાંથી ઓક્સિજનની બોટલો ખરીદી કરવામાં આવી રહી છે.

Read About Weather here

હાલ હોસ્પિટલોમાં ખર્ચ વધારે થઈ રહ્યો છે ત્યારે દર્દીઓને શક્ય તેટલી વિના મૂલ્યે સારવાર આપી શકાય તે માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આગળ આવ્યું છે. સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવાની કામગીરી શરૂ છે પરંતુ જરૂર પડશે તો હોસ્ટેલ માટે આવેલુ દાન દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લઈશું. હાલ 12 આઈસોલેશન સેન્ટર પર જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here