સેક્સ વર્કર્સના ધરણાનું કારણ સાંભળીને ચોંકી જાશો…

સેક્સ વર્કર્સ
સેક્સ વર્કર્સ

Subscribe Saurashtra Kranti here

કોરોનાની નવી લહેરને પગલે સમગ્ર વિશ્ર્વમાં વેક્સિનેશનની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે આફ્રિકાની સેક્સ વર્કર્સે ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું છે. તેઓ સેક્સ વર્કર્સને પણ કોરોના વાયરસ વેક્સિનેશન પ્રક્રિયામાં પ્રાથમિકતા અપાવવાની માંગણી કરી રહૃાા છે.

હકીકતે અનેક દેશોઓ કોરોનાની રસી આપવા મામલે પ્રાથમિકતા નક્કી કરી રાખી છે અને તેના આધાર પર વેક્સિનેશન અભિયાન ચાલી રહૃાું છે. બ્રાઝિલની દક્ષિણ પૂર્વમાં આવેલા બેલો હોરિજોંટે શહેરની સેક્સ વર્કર્સ પણ એક સપ્તાહથી ધરણા પ્રદર્શન પર બેઠેલી છે. તેઓ તેમને વેક્સિનની પ્રાથમિકતાની યાદીમાં સામેલ કરવામાં આવે અને વેક્સિન આપવામાં આવે તેવી માંગણી કરી રહૃાા છે.

જાણવા મળ્યા મુજબ તેઓ જે બેલો હોરિજોંટે શહેરમાં પ્રદર્શન કરી રહૃાા છે ત્યાં કોરોના મહામારીના અનુસંધાને હોટેલ બંધ કરી દેવામાં આવી છે અને તેમને ભાડેથી રૂમ લેવા પડે છે. મિનાસ ગૈરેસ રાજ્ય સંઘની અધ્યક્ષ સીડા વિએરાએ તેઓ ફ્રન્ટલાઈનમાં ઉભા છે અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે તેમ કહૃાું હતું.

વેક્સિનની માંગણી સાથે બ્રાઝીલની સેક્સ વર્કર્સે એક સપ્તાહ માટે કામ અટકાવ્યું

વિએરા પોતાની સાથી મહિલાઓ સાથે ધરણા પ્રદર્શન કરતી જોવા મળી હતી. ધરણા પર બેઠેલી અન્ય એક મહિલાના કહેવા પ્રમાણે તેઓ પ્રાથમિક જૂથનો હિસ્સો છે કારણ કે, તેઓ દરરોજ અલગ અલગ લોકોને મળે છે અને પોતાનો જીવ જોખમમાં મુકે છે.

Read About Weather here

અન્ય એક સેક્સ વર્કરના કહેવા પ્રમાણે સરકારે પહેલેથી જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, શિક્ષકો, વડીલો અને પહેલેથી બીમાર હોય તેવા લોકોને વેક્સિનની પ્રાથમિકતાવાળા જૂથમાં સામેલ કરેલા છે માટે તેઓ પણ તેમાં સામેલ થવા ઈચ્છે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here