વડાપ્રધાન : દેશના દરેક નાગરિક સુધી વિકાસ પહોંચી રહયો છે

વડાપ્રધાન
વડાપ્રધાન
ભાજપના 48માં સ્થાપના દિને પક્ષ અને સરકારની સિધ્ધિઓ વર્ણાવતા વડાપ્રધાન મોદી, ભાજપ એટલે 41 વર્ષના સેવા અને સમર્પણનો ઇતિહાસ

ભાજપ સાથે ગરીબ, ગ્રામ્ય અને શહેરી દરેક વર્ગ જોડાઇ ગયો છે, દેશના દરેક વર્ગની આકાંક્ષાનું કેન્દ્ર ભાજપ બન્યો છે

Subscribe Saurashtra Kranti here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના અને સરકારના મોંફાટ વખાણ કરતા જણાવ્યું હતું કે, જયારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી કિસાનો, મહિલાઓ અને ગરીબોના કલ્યાણની અનેક યોજનાઓ અમલમાં આવી છે. જેના કારણે આજે દેશના ખુણેખુણે દરેક નાગરીક સુધી વિકાસ પહોંચી રહયો છે.

ભાજપના 41માં સ્થાપના દિને ખાસ સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભાજપના 41 વર્ષ એ સેવા અને સમર્પણના સાક્ષી છે. ભાજપ દેશનો એક માત્ર એવો પક્ષ છે જેના કાર્યકરો તન, મન, ધનથી પક્ષની સેવા કરતા રહે છે. સેંકડો લોકોએ ભાજપ માટે બલીદાન આપ્યા છે. ભાજપે કદી રાજકીય આભડછેડની રાજનીતિ કરી નથી. પોતાના રાજકીય હરીફોને હંમેશા પુરેપુરુ સન્માન આપ્યું છે. સરદાર પટેલની પ્રતિમા બનાવી હોય તો ડો.આંબેડકરજીના દિવસની પણ એટલા જ ઉત્સાહથી ભાજપ કેન્દ્ર અને રાજય સરકારે ઉજવણી કરી છે.

તેમણે કહયું હતું કે, આજે ગરીબ હોય કે મધ્યમવર્ગ દરેક વર્ગ ભાજપ સાથે જોડાયો છે. શહેરમાં પણ ભાજપ છે અને ગામડાઓમાં પણ સર્વ પરી છે. દરેક પ્રદેશની આકાક્ષાઓનું કેન્દ્ર ભાજપ બન્યું છે. એ માટે ભાજપના કાર્યકરોની સેવા અને નિષ્ઠા જવાબદાર છે. કોરોના કાળમાં ભાજપના કાર્યકરોની કામગીરીને તેમણે વખાણી હતી. વડાપ્રધાને ઉર્મેયુ હતું કે, સંકટના સમયે આપણે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યુ હતું. જે નાના 10 કરોડ ખેડૂતો છે એમના તરફ અગાઉની સરકારોએ કદી ધ્યાન આપ્યું ન હોતું. પરંતુ અમારી સરકારે એમની જરૂરીયાતોએ પ્રાધાન્ય આપ્યું છે. નાના ખેડૂતો માટેની અનેક યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે. મહિલા કલ્યાણની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. રાષ્ટ્રપીતા ગાંધીજીના અત્યોદયમાંથી પ્રેરણા લઇને ગાંધીજીની મુળ ભાવનાને અમારી સરકારી ચરીતાર્થ કરી છે અને એ જવાબદારી અમે નિભાવતા રહેશું.

વડાપ્રધાન મોદીએ ઉર્મેયુ હતું કે, દેશના દરેક વ્યકિતની જરૂરીયાત મુજબ ભાજપની કેન્દ્ર અને રાજયની સરકારે કામ કર્યુ છે. કેમ કે, અમારો દરેક કાર્યકર માને છે કે, વ્યકિતથી મોટો પક્ષ છે અને પક્ષથી મોટો દેશ છે. રાજકીય સ્વાર્થ માટે અનેક પક્ષો તુટી ગયા છે. પણ ભાજપે તેના કાર્યકરોના બલીદાન થકી સેવા અને સમર્પણનો ઇતિહાસ રચી દીધો છે.

Read About Weather here

રાજકીય રીતે સન્માન આપવાની અમારી નીતિનું પ્રતિબિંબ પદમ પુરૂષકારોમાં પડે છે એવું તેમને દર્શાવ્યું હતું. આ તકે તેમણે પક્ષના દિગ્ગજનેતાઓ એલ.કે.અડવાણી અને મુરલીમનોહર જોષીને પણ યાદ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, એમના આશીર્વાદ અમને હંમેશા મળતા રહયા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here