IPLની શરૂઆત પહેલા જ RCBને મોટો ઝટકો

IPL
IPL

IPL ૨૦૨૧ના શરૂ થવામાં હવે માત્ર પાંચ દિવસ બચ્યા છે

Subscribe Saurashtra Kranti here

ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL-૨૦૨૧) ૧૪મી સિઝન આગામી ૯મી એપ્રિલથી શરૂ થઇ રહી છે. IPL ૨૦૨૧ની પહેલી મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે રમાશે. જોકે, આઇપીએલની શરૂઆત પહેલા જ કોહલીની ટીમ એટલે કે આરસીબીને મોટો ઝટકો લાગ્યો છે. તેની ટીમનો સ્ટાર ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિકલ કોરોનાથી સંક્રમિત થયો છે. આ પહેલા કાલે એટલે કે શનિવારે દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો હતો.

ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક માટે રમનારા ૨૦ વર્ષીય લેટ હેન્ડ બેટ્સમેન દેવદત્ત પડિકલે ગઇ સિઝનમાં જ પોતાનુ શાનદાર આઇપીએલ ડેબ્યૂ કર્યુ હતુ. આઇપીએલ ૨૦૨૦માં દેવદત્ત પડિકલનુ પ્રદર્શન શાનદાર રહૃાુ હતુ. ટૂર્નામેન્ટમાં તેને વિરાટ કોહલીથી પણ વધુ રન બનાવ્યા હતા. તેને ૧૫ મેચોમાં ૪૭૩ રન બનાવ્યા હતા, આમાં પાંચ ફિફટી પણ સામેલ હતી. આ વર્ષે દેવદત્ત પડિકલને વિરાટ કોહલીની સાથે ઇનીંગની શરૂઆત કરવાની હતી, પરંતુ હવે તેની કેટલીક મેચો મિસ કરવાનુ નક્કી છે.

Read About Weather here

આઇપીએલ ૨૦૨૧ના શરૂ થવામાં હવે માત્ર પાંચ દિવસ બચ્યા છે, પરંતુ આની ઠીક પહેલા આ લીગ લીગ પર કોરોનાનો માર પડવાનો શરૂ થઇ ગયો છે. આરસીબીના દેવદત્ત પડિકલ અને દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ ઉપરાંત ચેન્નાઇ સુપર કિંગ્સનો એક સભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. વળી મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં કુલ ૧૦ કર્મચારી અત્યાર સુધી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે, અને હવે સામાન્ય માણસોની સાથે સાથે સેલેબ્સ અને સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવી રહૃાાં છે. આગામી ૯મી એપ્રિલથી આઇપીએલ શરૂ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here