રાજકોટમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ માટે ‘ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ અભિયાન

રાજકોટ
રાજકોટ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે

Subscribe Saurashtra Kranti here

વિદ્યાર્થીઓ દ્વારા 13 શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટર ખોલવામાં આવશે: તમામ કાઉન્સેલિંગ સેન્ટરોનું તબક્કાવાર ઉદ્દઘાટન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અંજલીબેન રૂપાણી, નીતિન ભારદ્વાજ સહિતના મહાનુભાવો કરશે

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને સાથે એક એમ.ઓ.યુ. કરી ઉજાસ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું શહેરના અલગ-અલગ ઝોનમાં 13 શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરાશે.

આ અંગેની વિગત પત્રકાર પરિષદમાં માહિતી આપતા રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા એ જણાવ્યું હતું કે, તબક્કાવાર રાજયમાં શાળાઓ શરુ થતા જીલ્લાની શાળાના શિક્ષકો અને શાળા સંચાલકોએ અનુભવ્યું કે કોરોના કાળમાં અભ્યાસ ખુબ ડિસ્ટર્બ થયો અને માનસિક તણાવયુકત રહ્યો છે.

જેને લીધે વિદ્યાર્થીઓમાં શૂન્યતા જોવ 6 મળી રહી છે, તેઓ વર્ગખંડમાં નોન-રિસ્પોન્સિવ બની ગયા હોય તેવું લાગે છે. વર્ગખંડમાં પહેલા જેવી જીવંતતા નથી જોવા મળી રહી. તેનું એક મુખ્ય કારણ અભ્યાસમાં સર્જાયેલો લર્નીગ લોસ મૂખ્ય જવાબદાર માની શકાય. આ લનીંગ લોસ દુર કરવા કે તેનો સેતુ રચવા, વિદ્યાર્થીઓનો રિસપોન્સ ખુબ જરૂરી છે. તેઓએ પોતાની અભિવ્યક્તિ જાહેર કરવી પડે. તેમની તકલીફો જણાવવી પડે. આમ તો આ બાબત માતા-પિતા પણ સારી રીતે કરી શકે પરંતુ આ અભ્યાસને લગતી બાબતે હોય શાળાના અનુભવી, સિનિયર અને પોઝીટીવ શિક્ષકો દ્વારા થાય તો તે વધુ કારગત નિવડે.

આ પ્રોગ્રામ એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધી ચાલશે. તેને વિવિધ તબક્કાઓમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ રાજકોટના વિવિધ ઝોનમાં 13 કાઉન્સેલિંગ સેન્ટર સ્થપાશે જેમાં જે-તે ઝોનમાંથી પસંદ કરાયેલ 36 સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની ટીમ બનાવી તેમને મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને તેમના પ્રાધ્યાપકોની ટીમમાં આસી. પ્રોફેસર ડો. ધારાર્બેન દોશી, ડો. ડિમ્પલબેન રામાણી અને ડો. હસમુખભાઇ ચાવડા દ્વારા તાલીમવાધ્ય કરવામાં આવ્યા છે.

આ કાઉન્સેલિંગ સેન્ટરના ઉદ્ઘાટનનો એક મુખ્ય સમારોહ શનિવારના રોજ યોજારો જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું વર્ચ્યુલ ઉપરાંત તમામ કાઉન્સેલિંગ સેન્ટ્રોનું તબકકાવાર આજે તા.3 થી 9 સુધીમાં ઉદ્દઘાટન કરશે.

જે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આમંત્રિત મહેમાનોમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અંજલિબેન રૂપાણી, નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, ડો. પ્રદિપભાઇ ડવ, ડો. દર્શિતાબેન શાહ, પૂષ્કરભાઈ પટેલ, સાંઈરામ દવે, હિમાંશુભાઈ દોશી, મનોહરસિંહ જાડેજા, અર્જુનસિંહ રાણા, ભૂપતભાઈ બોદર, ગઢવીસાહેબ, જયોતિન્દ્રભાઈ મહેતા, પ્રદિપભાઇ, ગોવિંદભાઇ પટેલ, ડો. અનિલભાઇ રામાવસિયા, અરવિંદભાઇ રૂપાણી, લાખાભાઈ સાગઠીયા, રામભાઈ મોકરિયા, પરિમલભાઈ પંડયા, ચેતનભાઇ નંદાણી, ભાનુબેન બાબરીયા, ડો. નેહુલભાઈ શુક્લ, મોલેશમાઇ ઉકાણી, રેમ્યામોહન, ઉદિત અગ્રવાલ, મનોજ અગ્રવાલ, ડો. રાહુલ ગુપ્તા, ડો. નિતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેસાણી,કેલા સાહેબ, સરવડા સાહેબ, ગિજુભાઈ ભરાડ, ગુલાબભાઈ જાની, શૈલેષભાઇ સગપરીયા, ભદ્રાયુભાઇ વછરાજાની, પ.પૂ.ત્યાગ વલ્લભ સ્વામીજી, પ.પૂ. અપૂર્વમુનિ સ્વામી અને પ.પૂ.પરમાત્માનંદ સરસ્વતિ સ્વામી હાજરી આપી આયોજકોને પ્રોસાહિત કરશે.

કુલ 1.3 કાઉન્સેલિંગ સેન્ટર રહેશે જેમા ભૂષણ સ્કૂલ માટે મેહુલભાઈ પરડવા, શુભમ સ્કૂલ માટે કેતનભાઇ, પંચશીલ સ્કૂય માટે ડો ડી.કે.વડોદરીયા અને વિધિંતભાઇ શાહ તપોવન સ્કૂલ માટે લાલજીભાઇ રાઠોડ ભરાડ સ્કૂલ માટે સચિનામાઇ ત્રિવેદી, શક્તિ સ્કૂલ માટે બરમન સર, ન્યુ એરા સ્કૂલ માટે રચનાબેન ટાંક, પુરુષાર્થ સ્કૂલ માટે મીનાબેન અને રાણા સર, ક્રિસ્ટલ સ્કૂલ માટે કેતનભાઇ પ્રજાપતિ અને રણજીતભાઇ ડોડિયા, નવયુગ સ્કૂલ માટે જયદિપભાઈ જલુ, સર્વોદય સ્કૂલ માટે ભરતભાઈ ગાજીપરા, જીનિયસ સ્કૂલ માટે વિપુલ ધનવા અને ઉદ્દગમ સ્કૂલ માટે હર્ષભાઇ જલુને, એમ દરેક હોદેદારને ઇન્ચાર્જ તરીકે જવાબદારી આપી છે.

Read About Weather here

આ હોદ્દેદારો સંકલનની જવાબદારીઓ પણ નિભાવશે. કાઉન્સેલિંગ સેન્ટરમાં યોગ્ય રેકોર્ડ અને રિપોર્ટની જાણવણી થાય તે અંગે પણ દેખરેખ રખાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લાની કોર કમિટીના સભ્યો જેમાં રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી.વી.મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે.વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં મંડળના તમામ ઝોનના હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here