ભારતીય કિસાન સંઘે સરકારને આપ્યું ૧૦ દિવસનું અલ્ટીમેટ

માંગણી નહી સંતોષાય તો આંદોલનની આપી ચીમકી

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ છતાં કેટલાય તાલુકાઓને ખેડૂતોની સહાયથી વંચિત રખાયા છે.ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે.અને જો તેઓની વિવિધ માંગણીઓ નહી સંતોષાય તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગર ખાતે પ્રદેશ કક્ષાની ઉત્તર ગુજરાતની કિસાન સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો. બનાસકાંઠા અને સાબરકાંઠાને કિસાન સહાયમાં સમાવેશ કરવાની માંગણી થઈ. કિસાન સંઘે એરંડાના ટેકાના ભાવ જાહેર કરવા, સમાન વીજદર, મીટર ફિક્સ ચાર્જ નાબુદ થાય, તળાવો ભરવાની યોજના ત્રણ કિલોમીટના ક્ષેત્રમાં રાખવી તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત નવી ખાનગી કૃષિ યુનિવર્સિટીને મંજૂરી ન આપવાની માંગણી કરવામાં આવી છે.