જામનગરમાં વહેલી સવારે ત્રણ લડાકુ રાફેલ એરફોર્સ પર લેન્ડ થયા

લડાકુ રાફેલ
લડાકુ રાફેલ

લડાકુ રાફેલ વિમાનોનો પહેલો સ્કોડ્રન અંબાલા વાયુસેના સ્ટેશન પર તૈનાત

Subscribe Saurashtra Kranti here

આજે વહેલી સવારે વધુ ત્રણ ૩ લડાકુ રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડાન ભરીને ગુજરાતમાં લેન્ડ થયા છે. લડાકુ વિમાનોની ચોથી ફોજમાં ત્રણ રાફેલ ભારતમાં મળ્યાં છે. ફ્રાન્સના એસ્તરેસ એરબેઝ પરથી નોન-સ્ટોપ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર ત્રણેય રાફેલ આવી પહોંચ્યા છે. આ વચ્ચે યુએઈ એરફોર્સમાં રાફેલ ઈંધણ ભરવા રોકાયા હતા. ત્યારે ભારત પાસે હવે રાફેલ લડાકુ વિમાનોની ફોજ થઈ ગઈ છે. વધુ રાફેલ એપ્રિલ અને મે મહિનામાં ફેરી કરવામાં આવે તેવી સંભાવના છે.

કરાર મુજબ, ૩૬ રાફેલ જેટમાંથી ૧૪ વિમાન ભારત પહોંચાડવામાં આવ્યા છે, ૧૪ (આ ૩ સહિત) ને આઈએએફ દ્વારા ભારત લઈ જવામાં આવ્યા છે. વધુ એપ્રિલ અને મે મહિનામાં ફેરી કરવામાં આવે તેવી સંભાવના છે. ઈન્ડિયન એરફોર્સ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એરફોર્સે ટ્વીટમાં કહૃાું કે, ફ્રાન્સના એસ્તરેસ એરબેઝથી ડાયરેક્ટ ફલાઈટના માધ્યમથી ૩ રાફેલની ચૌથી ખેપ ભારતીય જમીન પર ઉતરી ચૂકી છે. અન્ય એક ટ્વીટમાં વાયુસેનાએ લખ્યું કે, યુએઈએ એરફોર્સના ટેન્કરોએ ફલાઈટ દરમિયાન રાફેલમાં ઈંધણ ભર્યું હતું. તે બંને દેશોની વાયુ સેનાઓની વચ્ચે મજબૂત થતા સંબંધોમાં પાયાનો પત્થર સાબિત થશે. આભાર યુએઈ એરફોર્સ. વાયુસેનાએ આ સાથે જ રાફેલના લેન્ડિંગનો એક વીડિયો પણ શેર કર્યો છે.

Read About Weather here

લડાકુ રાફેલ વિમાનોનો પહેલો સ્કોડ્રન અંબાલા વાયુસેના સ્ટેશન પર તૈનાત છે. વિમાનોનો પહેલો જથ્થો ગત વર્ષે ૨૯ જુલાઈના રોજ ફ્રાન્સથી ભારત આવ્યો હતો. ભારતે ૫૯ હજાર કરોડ રૂપિયામાં ૩૬ લડાકુ વિમાન માટે વર્ષ ૨૦૧૫ માં ફ્રાન્સ સરકારની સાથે થયેલા કરાર પર હસ્તાક્ષર કર્યાં હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here