Breaking : બ્રાઝિલ દ્વારા ભારતીય કોવેક્સિનને જાકારો : 2 કરોડ વેક્સીનનો ઓર્ડર રદ્દ

રાજકોટમાં વેક્સિનેશન પુરજોશમાં!!
રાજકોટમાં વેક્સિનેશન પુરજોશમાં!!

બ્રાઝિલે ભારત બાયોટેકની કોવેક્સિનને આપેલો 2 કરોડ રસીનો ડોઝનો ઓર્ડર રદ્દ કર્યો

Subscribe Saurashtra Kranti here

બ્રાઝિલના સ્વાસ્થ્ય નિયામકે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનની આયાતને મંજૂરી આપવાની ના પાડી દીધી છે

ભારત દૃુનિયાના અનેક દેશોને કોરોનાની વેક્સીન પુરી પાડી રહૃાું છે. અનેક દેશો સામે ચાલીને ભારતીય વેક્સીન કંપનીઓને કોરોનાની વેક્સીનના ઓર્ડર આપી રહૃાાં છે. પરંતુ બ્રાઝિલે ભારતની વેક્સીનને જાકારો આપ્યો છે. બ્રાઝિલે ભારત બાયોટેકની કોવેક્સીનને આપેલો ૨ કરોડ વેક્સીનના ડોઝનો ઓર્ડર રદ્દ કરી નાખ્યો છે.

બ્રાઝીલના સ્વાસ્થ્ય નિયામકે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનની આયાતને મંજૂરી આપવાની ના પાડી દીધી છે. બ્રાઝીલે આ નિર્ણય જીએમપી (ગુડ મેન્યુફેક્ચિંરગ પ્રેક્ટિસ) નિયમોનો ભંગ કરવાના કારણે લીધો છે. બ્રાઝીલની સરકારે ગત મહિને ભારતીય દવા નિર્માતાની રસીના ૨ કરોડ ડોઝ ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત બાયોટેકે ૮ માર્ચના રોજ બ્રાઝીલમાં રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી હતી.

બ્રાઝીલના હેલ્થ રેગ્યુલેટરે ભારતમાં તૈયાર થયેલી કોવેક્સીનની નિકાસ કરવાની ના પાડી દીધી છે. બ્રાઝીલે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે અમેરિકા બાદ કોરોના વાયરસ મહામારીથી સૌથી અસરગ્રસ્ત દેશ છે. આ દેશે રસી તૈયાર કરવામાં યોગ્ય માપદંડોનું પાલન ના કરવાને લઈને સવાલ ઉભા કર્યા છે. જો કે રસી નિર્માતા ભારત બાયોટેક તરફથી પ્રતિક્રિયા આવી છે. કંપનીએ કહૃાું છે કે, હજી બ્રાઝીલ સાથે ચર્ચા ચાલું છે.

Read About Weather here

અહેવાલ અનુંસાર બ્રાઝિલ સરકાર તરફથી જારી ગેજેટમાં કહેવામાં આવ્યું છે કે, દવાઓ માટે ગુડ મેન્યુફેક્ચિંરગ પ્રેક્ટિસેસનું પાલન નહીં થવાના કારણે કોવેક્સીનને રિજેક્ટ કરી દીધી છે. જવાબમાં નિર્માતા કંપનીએ કહૃાું છે કે, તપાસ દરમિયાન જણાવવામાં આવેલી જરુરિયાતોને પૂરી કરવામાં આવશે. વેક્સીનની પૂર્તિ માટે સમયસીમાને લઈને બ્રાઝિલ એનઆરએની સાથે ચર્ચા જારી છે. વિવાદને ટુંક સમયમાં જ ઉકેલી લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here