વિધીના બ્હાને ધાક-ધમકી આપનાર ટોળકી ઝડપાઈ

AMRELI-વિધી
AMRELI-વિધી

Subscribe Saurashtra Kranti here

દીકરાને બચાવવા 21 તોલા સોનાનો હવન(વિધી) કરવો પડશે

અમરેલીના કાઠમા ગામના ખેડૂતને

દીકરાને બચાવવા 21 તોલા સોનાનો હવન(વિધી) કરવો પડશે, પોલીસે રૂા.2.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમરેલી તાલુકાના કાઠમા ગામે રહેતા જાદવભાઈ સામતભાઈ સોલંકી નામના ખેડૂત ગત તા. 1પ/રનાં રોજ ખેડૂત પોતાની ભાગવી રાખેલ વાડીએ હતો તે દરમ્યાન બપોરના આશરે અઢી વાગ્યાની આસપાસ આ કામેના આરોપીઓ આવેલ અને ખેડૂતને પાણી તથા ચા પીવાના બહાને વાતો કરેલ તેમજ ખેડૂત પાસેથી ચા-પાણીના બસો રૂપિયા મેળવેલ.

આ કામેના આરોપીઓએ અમો જુનાગઢના બાવા છીએ તેમ કહી ખેડૂત પર મોટું વિઘ્ન ટાળવા તેની વિધી કરવી પડશે નહીતર અનર્થ થશે તેવું કહી ખેડૂતને બીક બતાવી માતાજીનું ધુપ કરવા પ્રેરી ફરિયાદનો મોબાઈલ નંબર મેળવેલ તેમજ આરોપીઓએ પોતાનો મોબાઈલ નંબર આપેલ અને વીજીટીંગ કાર્ડ પણ આપેલ. ફરિ.ને બીક બતાવી આ દીકરાને બચાવવા મોટું વિઘ્ન ટાળવા સારૂ 21 તોલાનો હવન(વિધી) કરવો પડશે તેવું કહી એક તોલાનો 11000 રૂપિયા લેખે ર1 તોલા હવનના કુલ રૂપિયા ર,31,000 ત્રણ દિવસમાં ભેગા કરી આપવા ભયમાં ફરિ.ને નાખેલ. જે ભયમાં આવતા ફરિ.એ ત્રણ દિવસમાં સગા-સબંધીઓ પાસેથી પૈસા ભેગા કરી આરોપીના કહેવા નોંધાયો હતો.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય ઘ્વારા આ ગુન્હાની ગંભીરતાને ઘ્યાને લઈ ખેડૂત સાથે થયેલ બળજબરીના રોકડા રૂપિયા અને ચાંદીના સિકકા પડાવી લેનાર આરોપી રતનનાથ ઉર્ફે બાલકગીરી ગબાનાથ ઉર્ફે પોપટનાથ ભાટ્ટી ધંધો ભીખ માંગવાનો રહે. પારેવડા, (તા.જી. રાજકોટ) તથા બબાનાથ ઉર્ફે વિજયગીરી સદાનાથ બાંભણીયા ધંધો ભીખ માંગવાનો રહે. ભોજપરા, (તા. વાંકાનેર, જી. મોરબી) વાળાને પકડી પાડી, ખેડૂતની ગયેલ મિલ્કત તેમને પાછી મળે તે માટે કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ્પેકટર પી.બી. લકકડ તથા અમરેલી તાલુકા પોલીસની ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

જે અનુસંધાને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ ઘ્વારા આ ગુન્હાની વિગતોનો અભ્યાસ કરી, આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા અને ગત તા. ર4/3/ર1નાં રોજ અમરેલી મુકામે લાઠી બાયપાસ ચોકડી ખાતે ટેકનીકલ સોર્સ આધારે બે આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી તપાસ દરમ્યાન ફરિયાદના રોકડા રૂપિયા તથા મોબાઈલ કબ્જે કરી ગુનહામાં સંડોવાયેલ તમામ મુદામાલ કબ્જે કરી તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Read About Weather here

આરોપીઓમાં હનુનાથ સુરમનાથ પરમાર રહે. ભોજપરા, (તા. વાંકાનેર), સલમાનનાથ બબાનાથ બાંભણીયા રહે. ભોજપરા, (તા. વાંકાનેર) નામ ખુલવા પામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here