હોળી-ધૂળેટી : રંગ છાંટતા પકડાશો તો નોંધાશે આ ગુનો…

Amd-Police-Commissioner-Jahernamu-હોળી
Amd-Police-Commissioner-Jahernamu-હોળી

Subscribe Saurashtra Kranti here

હોળી-ધૂળેટીને લઇને અમદાવાદ પોલીસનું જાહેરનામુ

કોઇ પણ વ્યક્તિ ઉપર રંગ છાંટતા પકડાશો તો ગુનો નોંધાશે

૨૯ માર્ચે હોળી છે અને તે પહેલા કોરોનાનો કહેર જોવા મળી રહૃાો છે. હોળી પહેલા દેશના આશરે ડઝનથી વધુ રાજ્યમાં ખતરાની ઘંટી જોવા મળી રહી છે. સરકારે લોકોને ઘરમાં જ તહેવાર મનાવવાની અપીલ કરી છે. કોરોનાના કેસમાં વધારાને જોતા તમામ રાજ્યની સરકારે હોળીના તહેવારને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તો કેટલાક રાજ્યમાં હોળી અને શબ-એ-બારાતના સાર્વજનિક સમારંભ પર પ્રતિબંધ મુક્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા પણ હોલીના તહેવારને લઇને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

અમદાવાદ પોલીસના જાહેરનામા અનુસાર, ધૂળેટીમાં કોઇ પણ વ્યક્તિ ઉપર રંગ છાંટશો, રંગ સાથે કે ટોળાંમાં નીકળશો તો પોલીસની ટીમ ઝડપી લે તેવું બની શકે છે. અમદાવાદ શહેર પોલીસમાં કડક પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે અને પોલીસ સ્ટેશનોને વધારાનો ફોર્સ ફાળવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ધૂળેટીએ સવાર-સાંજ સઘન પેટ્રોલિંગ સાથે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવશે. પોલીસ કમિશનરે હોલી-ધૂળેટીના તહેવારને લઇ જાહેરનામુ બહાર પાડતા નિયમભંગ કરનાર નાગરિકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Read About Weather here

ધૂળેટીએ ટોળે વળીને કે વાહનો ઉપર રંગોત્સવ મનાવવા નીકળતાં કે પછી એક બીજા પર રંગ છાંટતા લોકોને પકડી પાડવા માટે પોલીસનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે. વાહનો ઉપર કે ચાલીને ધૂળેટી મનાવવા નીકળતા લોકો ઉપર નજર રાખવા ૧૫૦૦ જેટલા સીસીટીવીથી નજર રાખવામાં આવશે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવીથી રંગે રમવા નીકળેલા લોકો ઉપર નજર રાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here