Gujarat : રાજ્યમાં હીટવેવની આગાહી …!

હીટવેવ
હીટવેવ

Subscribe Saurashtra Kranti here

આગામી ચાર દિવસ દરમિયાન હીટવેવ રહેશે

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી રવિવારથી મંગળવાર દરમિયાન તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોચી શકે છે.

રાજ્યના ઉત્તર ઉતરપૂર્વના પવન ફૂંકાય રહૃાા છે.ઉનાળોની કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી વધશે.સૂર્ય પ્રકોપથી મહત્તમ તાપમાન આગામી ૪ દિવસમાં ૩ થી ૪ ડિગ્રી વધશે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન હીટવેવ રહેશે.

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩-૪ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આગામી શુક્રવાર-શનિવારના પોરબંદર-ગીર સોમનાથ-કચ્છ, રવિવાર-સોમવારના પોરબંદર-ગીર સોમનાથ-જૂનાગઢ- રાજકોટ-કચ્છ-બનાસકાંઠા-સાબરકાંઠામાં હીટ વેવ રહેશે.
આગામી ૩ દિવસમાં અમદાવાદમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ૪૦.૪ ડિગ્રી સાથે પોરબંદરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

Read About Weather here

રાજ્યમાં ભાજપમાં ૩૯.૮ ડિગ્રી, કેશોદ-સુરેન્દ્રનગરમાં ૩૯.૫, કંડલા-નલિયામાં ૩૯.૧ ડિગ્રી, રાજકોટમાં ૩૯, ડીસામાં ૩૮.૯, સુરત-અમરેલીમાં ૩૮.૪ ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૭.૩ ડિગ્રી, ભાવનગરમાં ૩૭.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here