અંજારમાં વેપારીની પુત્રીનું અપહરણ કરનાર 4 આરોપીની ધરપકડ

Anjar-Aropi-અંજાર
Anjar-Aropi-અંજાર

Subscribe Saurashtra Kranti here

અપહરણ કરનાર ૪ શખ્સો બે કાર સાથે અંજાર પોલીસના હાથે પકડાઈ ગયા હતા

અંજારમાં યુવતીના અપહરણ કેસમાં વેપારીની ફરિયાદ બાદૃ તેની પૂત્રી ભુજ નજીકથી મળી આવી હતી. પોલીસે અપહરણકાર્તાઓ પર દૃબાણ ઉભું કરતા વેપારીની પુત્રી હેમખેમ મળી આવી હતી. આ ઘટનામાં વેપારીની પુત્રીનું અપહરણ કરનાર ૪ શખ્સો બે કાર સાથે અંજાર પોલીસના હાથે પકડાઈ ગયા હતા.

૧૫ જાન્યુઆરીએ થયેલા દિૃકરીના અપહરણ પહેલાં આરોપીઓએ તેની રેકી કરી હતી અને વેપારીની પુત્રી ક્યારે ટ્યૂશન જાય છે. કયા રસ્તે જાય છે. તેની વોચ ગોઠવી હતી. જોકે, વેપારીને રૂ. ૧૦ કરોડની ખંડણી માટે ફોન આવ્યા બાદૃ પોલીસે ચારે બાજુ તપાસ તેજ કરતા અપહરણ કર્તાઓ વેપારીની પુત્રીને છોડી આરોપીઓ નાસી ગયા હતા.

Read About Weather here

પોલીસ તપાસ દૃરમિયાન કેટલાક શંકાસ્પદૃ નામો સામે આવતા પોલીસે પુછપરછ શરૂ કરી હતી, જેમાં હિતેશ ઉર્ફે રાજ કાતરિયા કે જે ફિલ્મ માર્કેિંટગના કામ સાથે સંકડાયેલો છે. તે રવજી ઉર્ફે રવિ ખીમજી સોરઠિયા, વિકાસ દૃયારામ કાતરિયા તથા હસમુખ બાબુ માળીની સંડોવણી બહાર આવતા તેની અંજાર પોલીસે ધરપકડ કરી છે. અપહરણ માટે આ લોકોએ એક મહિના પહેલાથી રેકી કરી હોવાનુ પણ તપાસમા ખૂલ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here