પારેવડી ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી વાહનની અવર જવર પર પ્રતિબંધ મુક્ત પારેવડી ચોક વેપારી એસોસિએશનમાં રોષ

PAREVADI-પારેવડી
PAREVADI-પારેવડી

Subscribe Saurashtra Kranti here

પારેવડી ચોકથી વાહન વ્યવહાર…

જાહેરનામાં પુન: વિચારણા કરવા પારેવડી ચોક વેપારી એસોસિએશનની માંગ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક ઉપર બ્રિજ માટે રી-વોલ સહિતની કામગીરી શરૂ થવાથી પારેવડી ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી વાહનની અવર જવર પર પ્રતિબંધ મુક્ત પોલીસ કમિશનરના જાહેર નામ સામે પારેવડિ ચોક વેપારી એસોસિએશનએ વિરોધ કર્યો હતો. તેમજ પારેવડિ ચોક વેપારી એસોસિએશનએ વધુ જણાવ્યું કે, પારેવડિ ચોકથી કેશરી હિંદ બ્રિજ પુલના મુસ્લીમ લાઈન તરફના છેડા સુધી વાહન માટે પ્રતિબંધ કરવો યોગ્ય નથી.

પારેવડિ ચોકથી વાહન વ્યવહાર બંધ કરવામા આવે તેના બદલે કેશરી પુલના પશ્ચિમના છેડે મુસ્લીમ લાઈન સુધી રસ્તો ખુલો રહેતો વાહન વ્યવહાર લુવાણાપરા, મોચીબજાર તરફ જઈ શકે જેમાં બ્રિજ કામકાજોને અડચણ પડે તેવું નથી, અને પારેવડિ ચોક વિસ્તારના વેપારી અને લોકોની મુશ્કેલી માં વધારો થતો નિવારી શકાય તેમ છે.

Read About Weather here

તેમજ શિતળા માતાના મંદિરના રસ્તા તથા સ્મશાન રામનાથપરા વાળા રસ્તા ઉપર ટ્રાફીકનું વધારે પડતુ ભારણ લાંબો સમય સુધી નુકશાન કારક છે. જેથી મુસ્લીમ લાઈન સુધી વાહન વ્યવહાર ચાલુ રહે તેમાં વાહન વ્યવહાર માટે સસરળતા રહે અને પારેવડિ ચોક વિસ્તારના વેપારીના ધંધા રોજગાર લાંબા સમય સુધી બંધ રહે જે ન્યાયના હિતમાં નથી. આ માંગણી અને અરજી ને ધ્યાને લઈને જાહેરનામાં માં પુન:વિચાણા કરવામાં આવે અને પારેવડી ચોક વિસ્તારના લોકો અને વેપારીઓને આર્થિક મુશકેલી માથી રાહત રહે તેમ છે. જેથી જાહેરનામા ની પુન:વિચારણા કરવા. પારેવડી ચોક વેપારી એસોસિએશને માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here