હાલો, લ્યો આવી ગઇ મરચા અને મરી-મસાલાની સીઝન

MASALA-મસાલા
MASALA-મસાલા

Subscribe Saurashtra Kranti here

ડબ્બા સહિતના મસાલા ભરવાના સાધનો ઉટકીને ચકાચક કરી નાખ્યા છે

રાજકોટ શહેરમાં લાલ ચટક ઘોલર મરચા, હળદળ, ધાણાજીરૂની બજારો ખુલી ગઇ છે અને વાર્ષીક મસાલાની સીઝન ધુમધામ સાથે આવી પહોંચી છે. આપણા સમાજ જીવનમાં મોટા ભાગના પરીવારો વર્ષભરના મરચા અને મ,સાલા દળાવીને એક આખા વર્ષનો સ્ટોક રાખવાની પરંપરા જેવી આદત ધરાવે છે. જેના કારણે બજારૂ મરચા, મસા,લાનો ઉપયોગ કરવો ન પડે. રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં લાલ ચટક મરચાની બજારો ખુલી ગઇ છે.

સાથે સાથે હળદર અને ધાણા જીરૂ જેવા ઉપયોગી મરીમસા.લાનો જથ્થો પણ ગોઠવાઇ ગયો છે અને લોકો વર્ષભરનો મ.સાલો તૈયાર કરવા માટેની મહત્વની વાર્ષિંક કવાયતમાં મશગુલ થઇ ગયા છે. બહેનો-દિકરીઓએ બરણી અને ડબ્બા સહિતના મસાલા ભરવાના સાધનો ઉટકીને ચકાચક કરી નાખ્યા છે. મરચા પીઠોમાં મ-સાલા દળવાની પણ વ્યસ્થા ઘણા સ્થળે ગોઠવવામાં આવતી હોય છે.

Read About Weather here

અત્યારે ભાવની બજાર થોડી ઉંચી છે. મરચામાં ઘોલર પ્રકારનું મરચું વધારે ખરીદાય છે. મસાલની સીઝનથી બજારો જે અત્યાર સુધી શુષ્ક લાગતી હતી ત્યાર બાદ તેજી આવી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here